સુરતના મેયરે ઓફિસના કર્મચારીઓ સાથે તિલક હોળીની ઉજવણી કરી
સુરત,તા.07 માર્ચ 2023,મંગળવાર
સુરત શહેરના પ્રથમ નાગરિક એવા પોતાની ઓફિસમાં ચોથા વર્ગના કર્મચારી સહિત અન્ય કર્મચારીઓ સાથે તિલક હોળી કરીને હોળીની ઉજવણી કરી હતી.
ઉત્સવ પ્રિય સુરતમાં અન્ય તેવાની જેમ હોળી ધૂળેટીની ઉજવણી પણ ધૂમધામથી થાય છે. હોળી અને ધુળેટીની વચ્ચે એક દિવસનો ગેપ હોવાથી આજે સુરત મહાનગરપાલિકાની કચેરી રાબેતા મુજબ ચાલુ રહી હતી. જોકે આજે પાલિકામાં મરજિયાત રજા હોવાથી પાલિકા કચેરીમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. કચેરીની જેમ આજે મેયર કચેરી પણ ચાલુ રહી હતી. સુરતના મેયર હેમાલી બોઘવાલાએ પોતાની ઓફિસના કર્મચારીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી તેઓએ કર્મચારીઓને તિલક કરીને હોળીની શુભેચ્છા આપી હતી.