FOLLOW US

સુરતમાં નવસર્જન સ્કૂલ ગ્રાઉન્ડમાં ચાલતી માર્કેટ બંધ કરાવવા જતા લોકોનો પથ્થરમારો, એક માર્શલને ઈજા

Updated: May 22nd, 2023


- પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડમાં દબાણ કરતી દુકાનો સીલ કરવામાં આવી

- દબાણ મુદ્દે દુકાનદારો અને પાલિકાના અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી : પથ્થરમારા માર્શલ સાથે અન્ય બેને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા 

સુરત,તા.22 મે 2023,સોમવાર

સુરત પાલિકાના વરાછા ઝોન ની જેમ આજે ઉધના ઝોન દ્વારા નિયમનો ભંગ કરીને ખાનગી પ્લોટમાં ચાલતી માર્કેટ બંધ કરાવવા જતા વિવાદ થયો હતો. અધિકારીઓ સાથે વેપારીઓની બોલાચાલી બાદ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક માર્શલ સહિત બે અન્ય લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  

સુરત પાલિકાના ઉધના ઝોનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલી દુકાનો દ્વારા જાહેર રોડ પર દબાણ કરવામાં આવે છે. વારંવાર પાલિકાએ આ દબાણ દુર કરવા માટે સુચના આપવા સાથે કામગીરી કરી હોવા છતાં દબાણ દૂર થતાં નથી અને સીલીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આજે ફરી એક વાર દબાણ દુર કરતી દુકાનોને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નવ સર્જન સ્કુલ ની બાજુમાં આવેલી ખાનગી જગ્યામાં ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરીને ચલાવવામા આવતી માર્કેટ દૂર કરવાની કામગીરી કરવા સાથી સીલીંગ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે  કેટલાક વેપારીઓ ઉશ્કેરાયા હતા અને પાલિકાના કર્મચારીઓ-અધિકારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. આ અંગે બોલાચાલી થયા બાદ અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો.  જેમાં પાલિકાના એક માર્શલ અને બે અન્ય લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Gujarat
IPL-2023
Magazines