Get The App

સુરતમાં કાપોદ્રા ચાર રસ્તા થી અર્ચના સ્કૂલ જતા BRTS રોડ પર મોટો ભુવો પડ્યો

Updated: Aug 21st, 2023

GS TEAM

Google News
Google News
સુરતમાં કાપોદ્રા ચાર રસ્તા થી અર્ચના સ્કૂલ જતા BRTS રોડ પર મોટો ભુવો પડ્યો 1 - image


- વહેલી સવારે પડેલા ભુવાને કારણે તંત્ર દોડતું થયું, ભુવા નજીકનો રસ્તો બંધ કરી દેવાયો

સુરત,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર

સુરત શહેરમાં ગઈકાલે શરૂ થયેલા વરસાદના રાઉન્ડને કારણે ફરી એકવાર પાલિકાની નબળી કામગીરી બહાર આવી રહી છે. વરસાદના બીજા રાઉન્ડ બાદ કાપોદ્રા ચાર રસ્તા થી અર્ચના સ્કૂલ જતા બીઆરટીએસ રોડ પર મોટો ભુવો પડ્યો હતો. વહેલી સવારે પડેલા હોવાને કારણે પાલિકા તંત્ર થયું હતું અને ભુવાની નજીકનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

સુરત મહાનગરપાલિકાના કાપોદ્રા બીઆરટીએસ રૂટમાં આજે સવારે મોટો ભુવો પડી ગયો હતો. કાપોદ્રા ચાર રસ્તાથી અર્ચના સ્કૂલ તરફ જતા બીઆરટી સુરતમાં મોટો ભુવો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ભુવા અંગેની જાણ થતાં પાલિકા તંત્ર પણ વહેલી સવારથી જ દોડતું  થઈ ગયું હતુ. પાલિકા તંત્ર અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભુવાની આસપાસ નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરીને ભુવો રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Tags :