Get The App

મોટા વરાછા-કોસાડ રોડ પર બાઇક સવારને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી હુમલો કરી રૂ. 2.70 લાખની લૂંટ

Updated: Nov 22nd, 2022

GS TEAM

Google News
Google News
મોટા વરાછા-કોસાડ રોડ પર બાઇક સવારને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી હુમલો કરી રૂ. 2.70 લાખની લૂંટ 1 - image


- પ્રિન્ટીંગ પ્રેસ વ્યવસાયી બેંક બંધ હોવાથી રોકડ લઇ ઘર જઇ રહ્યો હતો: ચાલુ બાઇકે લાત મારી તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી

સુરત,તા.22 નવેમ્બર 2022,મંગળવાર

મોટા વરાછા-કોસાડ રોડ પર એલ. પી. સવાણી સ્કૂલ નજીક પ્રિન્ટીંગ પ્રેસ વ્યવસાયીની બાઇકને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી બુકાનીધારી બાઇક સવારવબે લૂંટારૂઓ તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી રોકડા રૂ. 2.70 લાખની મત્તા લૂંટીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. 

અમરોલીની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને ઘરમાં પ્રિન્ટીંગ પ્રેસનું કામ કરતો ગૌરાંગ મુકેશ ટીટીયા (ઉ. વ. 37 મૂળ રહે. પીખોર, તા. માળીયા હાટીના, અમરેલી) ઉમાણ સ્થિત સિલ્વર બિઝનેશ હબમાં આવેલા શ્રીજી સેઇફ ડિપોઝીટ વોલ્ટમાંથી રોકડા રૂ. 2.70 લાખ લઇ પેન્ટના ખિસ્સામાં મુકી પોતાની બાઇક નં. જીજે- 5 ઇયુ- 3189 ઉપર ઉત્રાણના આદિત્ય કોમ્પ્લેક્ષમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં ગયો હતો. બેંક બંધ હોવાથી ત્યાંથી પરત ઘરે જઇ રહ્યો હતો ત્યારે મોટા વરાછા એલ. પી. સવાણી સ્કૂલથી કોસાડ જવાના રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર બે બુકાનીધારી લૂંટારૂ ઘસી આવ્યા હતા. ચાલુ બાઇકે લાત મારતા ગૌરાંગ રોડ પર પટકાયો હતો અને બે પૈકી એક લૂંટારૂએ બાઇકની ચાવી લઇ રોડ સાઇડના ખેતરમાં ફેંકી દીધી હતી. જયારે બીજા લૂંટારૂએ તીક્ષ્ણ વસ્તુ વડે જમણા હાથના બાવડા પર ઇજા પહોંચાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. 2.70 લાખ કાઢી લઇ લૂંટીને વેણીનાથ રેલવે ગરનાળા તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે ગૌરાંગે કંટ્રોલ રૂમમાં કોલ કરતા ઉત્રાણ પોલીસ ઘસી આવી હતી.

Tags :