Get The App

સુરત: કેન્દ્ર સરકારે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલ કામ નહિ કરતા શ્રમિક કાર્ડ કઢાવવા લોકોની મધ્ય રાત્રિએ લાગી લાંબી કતારો

Updated: Oct 13th, 2021

GS TEAM

Google News
Google News
સુરત: કેન્દ્ર સરકારે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલ કામ નહિ કરતા શ્રમિક કાર્ડ કઢાવવા લોકોની મધ્ય રાત્રિએ લાગી લાંબી કતારો 1 - image

સુરત,13 ઓક્ટોબર 2021,બુધવાર

દિવસભર કામ કરીને શ્રમિકો મધ્યરાત્રીએ કલાકો લાઈનમાં ઊભા રહી શ્રમિક કાર્ડ બનાવવા મજબૂર બન્યા છે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે 26 ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી છે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી કોમન સર્વિસ સેન્ટરો દ્વારા શ્રમિક વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શ્રમિક કાર્ડ બનાવનારાઓની સંખ્યાને કારણે સર્વર પર ભારે લોડ કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે શ્રમિક પોર્ટલ પર દિવસમાં કાર્ડ બનાવતા દરમિયાન આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી  “currently experiencing heavy traffic, Please try after sometime” નો સંદેશ મળી રહ્યો છે જેને લઇને શ્રમિક કાર્ડ બનાવવા આવેલ શ્રમિક મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત: કેન્દ્ર સરકારે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલ કામ નહિ કરતા શ્રમિક કાર્ડ કઢાવવા લોકોની મધ્ય રાત્રિએ લાગી લાંબી કતારો 2 - image

કોમન સર્વિસ સેન્ટર દ્વારા દેશભરમાં રાત્રી 12થી સવારે 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પણ રાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું દિવસભર કામ કરીને મજૂરો શ્રમિક કાર્ડ બનાવવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા શ્રમિક કાર્ડ કઢાવવા આવેલા કામદાર મજુર સુરેશભાઈએ જણાવ્યું હતું કે હું મજૂરી કામ કરું છું દિવસભર થાકીને ઘરે આવું છું આજરોજ અમારા વિસ્તારમાં શ્રમિક કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. પરંતુ રાત્રી દરમિયાન કૅમ્પ હોવાથી અમને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાત્રે 12 વાગ્યે શ્રમિક કાર્ડ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ નંબર આવે છે. દિવસમાં સર્વર કામ કરતું નથી એટલે રાત્રી દરમિયાન આ કાર્ડ બનાવવું પડે છે. શ્રમ કાર્ડ બનાવનાર ઓપરેટરએ અમને જણાવ્યું હતું દિવસભર મજુરી કામ કરી કાર્ડ કઢાવવા માટે લાઇનમાં ઊભા રહું પડે છે. અમને ખૂબ જ તકલીફ પડી રહી છે સરકારને અમારી વિનંતી છે કે દિવસમાં આ કામગીરી કરવામાં આવે જેથી શ્રમિકોને રાહત થશે

સુરત: કેન્દ્ર સરકારે લોન્ચ કરેલ ઈ-શ્રમ પોર્ટલ કામ નહિ કરતા શ્રમિક કાર્ડ કઢાવવા લોકોની મધ્ય રાત્રિએ લાગી લાંબી કતારો 3 - image

ઇ-શ્રમ પોર્ટલ અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ મજૂરોને 12-અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને ઇ-શ્રમ કાર્ડ આપશે, જે દેશભરમાં માન્ય રહેશે. ઇ-શ્રમ કાર્ડ દેશના કરોડો અસંગઠિત કામદારોને નવી ઓળખ આપશે. સ્થળાંતર કામદારોને ટ્રેક કરવામાં મદદ મળશે. મજૂરોનો ડેટા અને માહિતી એકત્રિત કરવામાં આવશે. સરકાર વતી, દેશના તમામ કામદારોને ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર તેમના કામના આધારે કેટેગરીમાં વહેંચવામાં આવશે. આના માધ્યમથી તેમને સરકારી યોજનાઓનો લાભ મળશે 2 લાખના મફત આકસ્મિક વીમાની સુવિધા જેમાં સરકાર દ્વારા એક વર્ષનું પ્રીમિયમ આપવામાં આવશે. જો રજિસ્ટર્ડ કામદાર અકસ્માતનો ભોગ બને છે, તો તેના મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં, તે 2 લાખ રૂપિયાનો હકદાર રહેશે. તે જ સમયે, અંશત રૂપથી વિકલાંગોને વીમા યોજના હેઠળ એક લાખ રૂપિયા આપવામાં આવશે. તેમજ રોજગારીમાં મદદ મળશે.

અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ કામદારોએ આ પોર્ટલ પર નોંધણી કરાવી છે. અત્યારે જાહેર સેવા કેન્દ્રો પર ઈ-શ્રમ કાર્ડ બનાવવા લોકોનો ભારે ધસારો છે. કાર્ડ બનાવનારાઓની સંખ્યાને કારણે સર્વર પર ભારે લોડના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કર્યા પછી પણ ઘણા લોકો ને “currently experiencing heavy traffic, Please try after sometime” નો સંદેશ આવતા ડિજિટલ ઇન્ડિયા નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેમ કહી શકાય છે.

Tags :