Get The App

સુરત: બે જોડી ટ્રેનોમાં લિનન સેવાનો પુન:પ્રારંભ કરવામાં આવ્યો, ટૂંક સમયમાં અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરાશે

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
સુરત: બે જોડી ટ્રેનોમાં લિનન સેવાનો પુન:પ્રારંભ કરવામાં આવ્યો, ટૂંક સમયમાં અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરાશે 1 - image

સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

કોરોના મહામારી દરમિયાન ટ્રેનોમાંથી લિનન સેવાઓ જે દૂર કરવામાં આવી હતી, તેને પશ્ચિમ રેલવે દ્વારા પુનઃપ્રારંભ કરાયો છે.

પશ્ચિમ રેલવેએ ટ્રેન 20903-20904 એકતા નગર-વારાણસી જં. તથા 20905-20906 એકતા નગર-રેવા એક્સપ્રેસ ટ્રેનમાં લિનન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ રેલ્વેની અન્ય ટ્રેનોમાં લિનનની જોગવાઈ બાબતે ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે. 

અત્રે એ નોંધનીય છે કે, કોવિડ-૧૯ને કારણે રોગચાળા અને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ટ્રેનો મારફત મુસાફરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) જારી કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

રેલવેએ હવે તાત્કાલિક અસરથી ટ્રેનની અંદર લિનન, ધાબળા અને પડદાની સપ્લાયના સંદર્ભમાં લાગૂ પ્રતિબંધ પરત ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, અને પ્રિ-કોવિડ સમયગાળા દરમિયાન લાગુ પડે તે મુજબ પ્રદાન કરવાની સૂચના છે.