Get The App

સુરત સિટીમાં બનશે જંગલઃ 108 કરોડના ખર્ચે વાઇલ્ડ વેલી બાયો ડાયવર્સિટી પાર્ક

- ભીમરાડ બમરોલી બ્રિજથી દોઢ કિ.મી લાંબા 60 એકરની પટ્ટીમાં જંગલ ઉભું કરાશે

- વિવિધ વૃક્ષો સાથે સુગંધી છોડ પણ ઉગાડાશે

Updated: Mar 9th, 2019

GS TEAM

Google News
Google News
સુરત સિટીમાં બનશે જંગલઃ 108 કરોડના ખર્ચે વાઇલ્ડ વેલી બાયો ડાયવર્સિટી પાર્ક 1 - image


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 9 માર્ચ 2019, શનિવાર

સુરત શહેરમાં જે રીતે કોન્ક્રીટના જંગલો ઉભા થઇ રહ્યા છે તેના કારણે શહેરમાં હરિયાળી ઓછી થઈ રહી છે.  સુરતના વિકાસની સાથે સાથે જે રીતે રોડ રસ્તાઓ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે તેનાથી શહેરમાં વૃક્ષોનું પ્રમાણ પણ ઘટયું છે. અને આ જરૂરિયાતને પુરી કરવા માટે સુરત મહાનગરપાલિકા વાઈલ્ડ વેલી બાયોડાયવર્સીટી પાર્ક પ્રોજેક્ટ કરી રહી છે. રૂા.૧૦૮ કરોડના ખર્ચે દોઢ ૬૦ એકર જમીનમાં અર્બન ફોરેસ્ટ ઝોન બનશે.

આ પ્રોજેક્ટ ભીમરાડ બમરોલી બ્રિજથી દોઢ કિલોમીટર લાંબી પટ્ટીમાં વૃક્ષચ્છાદિત જંગલ ઉભું કરાશે. ડેપ્યુટી કમિશનર રાજેશ પંડયાના જણાવ્યા અનુસાર,  આ પ્રોજેક્ટની કુલ કોસ્ટ રૂા.૧૦૮  કરોડ છે. જે પૈકી રૂા.૮૦ કરોડની ગ્રાન્ટ સરકાર આપશે. અને બાકીની રકમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લેવામાં આવશે. 

પાર્કમાં એક એવું જંગલ ઉભું કરાશે જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને સુગંધી છોડ ઉગાડાશે. જે હરિયાળી તો લાશે સાથોસાથ ખાડીની દુર્ગંધ ઓછી કરશે. લોકોને ચોખ્ખી, શુદ્ધ હવા મેળવી શકશે અને લોકોને જંગલનું મહત્વ પણ સમજાવશે. આ પ્રોજેકટ અંતર્ગત ગાંધીકુટિર બ્રિજથી અલથાણ બમરોલી બ્રિજ થઈને ભીમરાડ બમરોલી બ્રિજ સુધી દોઢ કિલોમીટર લાંબા રનિંગ રસ્તામાં આવવા વાળા કુદરતી પાણીના ોતને સુરક્ષિત રાખીને આ કામ કરવામાં આવશે. આ રસ્તા માં ઘણી ખાડીઓ આવેલી છે જે દેખરેખના અભાવે ગંદકીનો ઢેર બની ગઈ છે. ખાડીના રીડેવલપમેન્ટને કારણે તેમની પણ કાયાપલટ થશે. ૬૦ હેકટરમાં આખા રસ્તે વૃક્ષો ઓક્સિજન જનરેટિંગ એનર્જીનું કામ કરશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા મીંઢોળા રિવર ડેવલોપમેન્ટ પરિયોજના અંતર્ગત ખાડીઓના રીડેવલોપમેન્ટની કામગીરી શરૂ થઇ હતી. અને આ કામગીરીને આગળ વધારતા ફોરેસ્ટઝોન વિકસાવવાનો પ્રોજેક્ટ મુક્યો હતો.

ઓક્સિજનની કમી પુર્ણ કરવા પ્રતિ વ્યક્તિ બે ડઝન વૃક્ષો જરુરી, સુરતમાં ૮ જ વૃક્ષો

  દરેક વ્યક્તિએ વર્ષ દરમીયાન સરેરાશ ૯.૫ ટન હવાની જરૂર પડે છે. વાતાવરણમાં ૨૩ ટકા ઓક્સિજન મળી જાય છે. એવામાં ઓક્સિજનની કમી પુરી કરવાં માટે પ્રતિ વ્યક્તિ દીઠ બે ડઝન વૃક્ષો જોઈએ. જો કે સુરત માં આ આંકડો  પ્રતિ વ્યક્તિ દીઠ ૮ જ વૃક્ષો છે. એટલે કે  સુરતમાં હરિયાળી નું પ્રમાણ માત્ર ૧૨ ટકા જ છે. જે ઘણું જ ઓછું છે.

જોગર્સ ટ્રેક અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનશે

   આ ફોરેસ્ટ ઝોનમાં લોકો માટે સવારે ફરવા માટે અને ચાલવા માટે જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે. સાથે જ વાહનો પાર્ક કરવા માટે પણ પાકગ ઝોન બનશે. બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનશે.

પ્રોજેક્ટ સિટી ચેલેન્જ ચેમ્પીયનશીપમાં મંજુર થયો છે

હાલમાં જ સરકાર દ્વારા સિટી ચેલેન્જ ચેમ્પિયનશિપ અંતર્ગત સ્માર્ટ સીટીઝ પાસે વિવિધ પ્રોજેક્ટ મંગવાયા હતા. જેમાં સુરત મનપા દ્વારા ૪ પ્રોજેક્ટ મુકાયા.  જેમાંથી ૩ પ્રોજેક્ટ ફાઇનલમાં ગયા હતા. તે પૈકી ૧ પ્રોજેક્ટ વાઈલ્ડ વેલી બાયો ડાયવર્સીટી પ્રોજેક્ટ જ સિલેક્ટ થયો હતો. અને તેના માટે રૂ.૮૦ કરોડની ગ્રાન્ટ મળી છે.

Tags :