Get The App

સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમા નહેરમાં વિસર્જન કરી દીધી!

- પાલિકાએ કૃત્રિમ તળાવ નથી બનાવ્યા તાપીમાં પ્રતિબંધ તો

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News
સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમા નહેરમાં વિસર્જન કરી દીધી! 1 - image


કેનાલમાં પ્રતિમા મુકી દેતાં અનેકની લાગણી દુભાઈઃ ઘરે વિસર્જન કરવાથી લાગણી અકબંધ રહેવા સાથે માતાજીનું માન પણ જળવાશે

સુરત, તા. 30 જુલાઈ 2020 શુક્રવાર

કોરોનાના કહેર વચ્ચે સુરતમાં દશામાની સ્થાપના અનેક ભક્તોએ કરી હતી પરંતુ વિસર્જન માટે નદીમાં પ્રતિબંધ હોવાથી ભક્તોએ અન્યોની લાગણી દુભાઈ તે રીતે શહેરમાંથી પસાર થતી કેનાલમાં કરી દીધું હતું.  

હાલની સ્થિતિ જોઈને અનેક લોકોએ ઘરમાં જ દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું પરંતુ કેટલાક ભક્તોએ શહેરની કેનાલમાં કરી દીધું હતું તે પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરીસની હોવાથી નહેરમાં બહાર જોવ મળી રહી છે. 

સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમા નહેરમાં વિસર્જન કરી દીધી! 2 - image

ગુજરાત સરકારે કોરોનાના કહેરના કારણે હાલમાં તમામ તહેવારની ઉજવણી સાદાયથી કરવા તથા જાહેર ઉત્સવ નહીં ઉજવવા માટેની ગાઈડ લાઈન જાહેર કરી છે. આ ગાઈડ લાઈન અને કોરોનાના કહેર વચ્ચે સુરતમાં દશામાના તહેવારની ઉજવણી થઈ હતી. 

સુરતમાં મોટા પ્રમાણમાં દશામાની સ્થાપના થાય છે અને વિસર્જનમાં ભીડ પણ નાધપાત્ર થાય છે. તેથી દશામાના વિસર્જન માટે તાપી નદી પર પ્રતિબંધ ફરમાવવા સાથે તમામ ઓવારા બંધ કરી દેવામાં આવ્યા છે. 

સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમા નહેરમાં વિસર્જન કરી દીધી! 3 - image

જોકે, તેમ છતાં અનેક લોકોએ દશામાની સ્થાપના કરી હતી જેમાંથી મોટાભાગના લોકોએ ઘરમા જ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરીને કોરાનાની ગાઈડ લાઈનનું પાલન કરી માતાજીની ભક્તિ કરી હતી.પરંતુ કેટલાક ભક્તોએ સરકારની ગાઈડ લાઈન વિરૂધ્ધ સુરતમાંથી પસાર થતી કેનાલ (નહેર)માં માતાજીની પ્રતિમાનુ વિસર્જન મોડી રાત્રીએ કરી દીધં હતું.

આ પ્રતિમામાં પ્લાસ્ટર ઓફ પેરીસની હોવાથી નહેરમાં કિનારે જોવા મળી હતી. દશામાની પ્રતિમાની આવી સ્થિતિ જોઈને ભક્તોની લાગણી દુભાઈ હતી. આ તસ્વીર તો માત્ર પાલનપોર વિસ્તારમાંથી પસાર થતી કેનાલની છે પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારે વિસર્જન કરવામાં આવ્યું છે.  

સુરતમાં કેટલાક ભક્તોએે દશામાની પ્રતિમા નહેરમાં વિસર્જન કરી દીધી! 4 - image

આ તહેવાર ધર્મની લારણી સાથે જોડાયેલો હોવાથી પોલીસ કે તંત્ર વધુ સખ્તાઈ કરે તો પણ વિવાદ થાય તેમ છે તેથી આવા પ્રકારના તહેવારમાં જાગૃત્તિ વધુ જરૂરી બની જાય છે.

Tags :