Get The App

સુરત: સલાબતપુરા ઉમરવાડા નવી કોલોની, રેલ રાહત કોલોની ખાતે વીજ ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણનું નેટવર્ક ઝડપાયું

- રઈસ પટેલે પોતાના ઘરમાં ઉપરાંત અન્ય છ વ્યક્તિને વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપ્યા હતા

Updated: Dec 1st, 2021

GS TEAM

Google News
Google News
સુરત: સલાબતપુરા ઉમરવાડા નવી કોલોની, રેલ રાહત કોલોની ખાતે વીજ ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર વીજ જોડાણનું નેટવર્ક ઝડપાયું 1 - image

સુરત, તા. 01 નવેમ્બર 2021 બુધવાર

સુરતના સલાબતપુરા ઉમરવાડા નવી કોલોની, રેલ રાહત કોલોની ખાતે વીજ ચેકીંગ દરમિયાન ટોરેંટ કંપનીને ગેરકાયદેસર વીજ જોડાણનું નેટવર્ક મળી આવ્યું હતું. ત્યાં રહેતા રઈસ પટેલે પોતાના ઘરમાં ઉપરાંત અન્ય છ વ્યક્તિને વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપ્યા હોય વીજ કંપનીએ તેના વિરુદ્ધ વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપી પોતાની તથા બીજાની જીદગી અને સલામતી જોખમમાં મુકવાનો અને વીજ જોડાણ કરી ટોરેંટ પાવર કંપનીને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડવાનો ગુનો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ટોરેંટ કંપનીના વિજીલન્સ વિભાગમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શકીલ એહમદ મોહમદ આરીફ અન્સારી અને સ્ટાફના અન્યોએ ગતરોજ પોલીસને સાથે રાખી સલાબતપુરા ઉમરવાડા નવી કોલોની, રેલ રાહત કોલોની ખાતે વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન તેમને ગેરકાયદેસર વીજ જોડાણનું નેટવર્ક મળી આવ્યું હતું. ત્યાં સર્વે નં.9, પ્લોટ નં.30, ઘર નં.14/2807 માં રહેતા રઈસ રઝાક પટેલે પોતાના ઘરમાં ઉપરાંત આજુબાજુમાં રહેતા છ લોકોને તેમના ઘરમાં વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપ્યા હતા.

આથી વીજ કંપની તરફથી શકીલ એહમદ અન્સારીએ આસીફ હુસેન ગુલામ દસ્તગીર શેખ વિરુદ્ધ વીજ નેટર્વકમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કરી આપી પોતાની તથા બીજાની જીદગી અને સલામતી જોખમમાં મુકવાનો અને વીજ જોડાણ કરી ટોરેંટ પાવર કંપનીને લાખો રૂપિયાનુ નુકશાન પહોંચાડવાનો ગુનો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.