ડ્રેનેજની કામગીરીને કારણે રસ્તો બંધ થતાં સુરત બારડોલી રોડ પર ટ્રાફિકની ભારે સમસ્યા

Updated: Jan 24th, 2023


- આગામી નવ દિવસ માટે આવી જ ટ્રાફિક સમસ્યા રહે તેવી ભીતિ 

- ટ્રાફિક સમસ્યા નિવારવા પાલિકા અને પોલીસે નવ દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા પરસેવો પાડવો પડશે

સુરત,તા.24 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરત મહાનગરાપલિકાએ  ડ્રેનેજ નેટવર્ક અપગ્રેડ કરવા માટે પરવટ પાટીયા પાસે બ્રિજ નીચેનો ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરતાં આજે પહેલાં જ દિવસે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી. સુરત બારડોલી રોડ પર આ બંધના  કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી. ડ્રેનેજ નેટવર્કની કામગીરી નવ દિવસ ચાલનારી હોય નવ દિવસ માટે રસ્તો બંધ હોવાથી આ દિવસો દરમિયાન ટ્રાફિક સમસ્યા વધુ વકરશે તેના નિવારણ માટે પાલિકા અને પોલીસે  ભારે જહેમત ઉઠાવવી પડશે..

સુરત મહાનગરપાલિકા હાલમાં ડ્રેનેજ નેટવર્કના વિસ્તરણનું કામ કરી રહી છે તેના ભાગ રુપે આજથી નવ દિવસ માટે વરાછા ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી શરૂ થતાં  સુરત  બારડોલી રોડ પર આવેલા પરવટ પાટીયા કેનાલ રોડ પર આવેલ વિશ્વકર્મા જંકશન પાસે (પુણા પાટીયા ફલાય ઓવર બ્રીજ ના નીચેના ભાગને નવ દિવસ માટે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. 

સુરત બારડોલી રોડ પર આ પ્રકારનો બંધ કરવામા આવ્યો છે તેના કારણે ટ્રાફિક સમસ્યા થશે તે પાલિકા અને પોલીસને પહેલાંથી જ ખબર હતી. જેના કારણે પાલિકાએ બે વૈકલ્પિક રસ્તા આપ્યા છે તેમ છતાં પણ આજે પહેલા જ  દિવસે સુરત બારડોલી રોડ પર પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી.  પહેલા જ દિવસે આ પ્રકારની સમસ્યા થતાં હવે આગામી નવ દિવસ માટે ભારે સમસ્યા થાય તેવી શક્યતા નકારી શકાતી નથી તેના કારણે આ દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે પાલિકા અને પોલીસે પરસેવો પાડવો પડશે.  

    Sports

    RECENT NEWS