For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: 269 કિમીનું અંતર 70 મીનિટમાં કાપી મુંબઈની હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું

- પીપલોદના યુવાનએ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું

Updated: Nov 3rd, 2019

Article Content Image
સુરત, તા. 03 નવેમ્બર 2019, રવિવાર

પીપલોદ ખાતે બીઆરટીએસ બસે ટક્કર મારતા યુવાન બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારે તનુ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી હતી જોકે સુરતથી મુંબઈનું 269 કિ. મી નું અંતર 70 મીનીટમાં કાપીને તેનું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું

પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના ભાણજાનગરના વતની અને હાલમાં પિપલોદ ના રાજહંસ સિનેમા પાસે શ્રી રામવિલા માં રહેતો સુરજ બાબુભાઈ બહેરા (ઉ. વ. 22) બમરોલીમાં આવેલ લુમ્સ ખાતામાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.

ગઈ તા.29મીના રાત્રે 8.30 કલાકે સુરજ પિપલોદ રોડ પર લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે BRTS બસે ટક્કર મારતા સુરજને માથામાં ગંભીર ઇજા થઇ હતી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે તા. 30ના રોજ અઠવાગેટ ની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દરમિયાન તેનું કરાયેલું સીટી સ્કેન માં જાણવા મળ્યું કે, તેના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.

ગઈ તા.01લી ના રોજ ન્યૂરોસર્જન અને ફીજીશીયન ડોક્ટરે સુરજને બ્રેનડેડ જાહેર કર્યો કર્યો હતો. જેથી ત્યાંના ડોક્ટરે ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી સુરજના બ્રેનડેડ અંગેની માહિતી આપી હતી જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી સુરજના પિતા સહિત પરિવારના સભ્યોને સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું જેથી તેના પરિવારે ટીના વંદન કરવા માટે સંમતિ આપી હતી. જેથી ડોનેટ લાઈફ દ્વારા SOTTO (State Organ & Tissue Transplant Organisation) ના કન્વીનર સંપર્ક કરી હૃદય, કિડની અને લિવરના દાન માટે જણાવ્યું હતું.

ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે મુંબઈનો સંપર્ક કર્યો હતો તેથી તેમનું હૃદય નું દાન મુંબઈના મુલુંડમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલ સ્વીકાર્યું હતું જ્યારે કિડની અને લિવરનું દાન અમદાવાદની હોસ્પિટલમાં ની ટીમે આવી સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

નોંધનીય છે કે સુરત ના અથવા ગેટની પ્રાઇવેટ હોસ્પિટલથી મુંબઈ, મુલુંડમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલ સુધીનું 269 કિમીનું અંતર 70 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ સુરતની 40 વર્ષની મહિલામાં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે દસ વર્ષ પહેલા આ મહિલાના હૃદયનો એક વાલ્વ બદલવામાં આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેના હ્રદયની પમ્પીંગ ક્ષમતા ઘટીને 15% થી 20% થઇ ગઈ હતી.

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હદયદાનની આ ચોવીસમી ધટના છે, જેમાંથી 18 હૃદય મુંબઈ, 3 હૃદય અમદાવાદ, 1 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા 347 કિડની, 139 લીવર, 7 પેન્ક્રીઆસ, 24 હૃદય, 4 ફેફસાં અને 252 ચક્ષુઓ કુલ 773 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 709 વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.
Gujarat