ગુજરાતના મુખ્યમંત્રી 15 ઓક્ટોબરે સુરતમાં પાલિકા-સુડાના 170 કરોડના પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ભુપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે
સુરત,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ પહેલીવાર સુરત આવી રહ્યા છે. 15 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા અને સોડાના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
દિવાળી પહેલા 15 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવીને મહાનગર પાલિકા અને સુડાના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. સુરત મહાનગરપાલિકાના 74.95 કરોડના કામના લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 59.64 કરોડના વિવિધ ઝોનના ખાત મુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તા મંડળના 35 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત કરાશે. મુખ્ય મંત્રીપદનો સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ પહેલીવાર સુરત આવી રહ્યા હોય સુરત મહાનગર પાલિકા અને સુડા દ્વારા તેમના સ્વાગત માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.