નવી સિવિલમાંથી અપહ્યત બાળકીને શોધવા પોલીસે જાહેર સ્થળો પર પેમ્ફલેટ ચોંટાડયા
- પુત્રીના વિરહમાં માતાની તબિયત બગડીઃ પિતા અને કાકા મજુરીકામે જઇ શકતા નથી
- પચ્ચીસ દિવસની માસૂમ બાળકીને લઇ રીક્ષામાં ફરાર થયેલી મહિલા ડીંડોલીના ચિંતાચોકમાં ઉતર્યા બાદ જાણે હવા થઇ ગઇ
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા ગાયનેક ઓપીડીની બહારથી ૨૫ દિવસની બાળકીનું એક અજાણી મહિલા અપહરણ કરી ગઈ હતી. જો કે બાળકી કે મહિલાનો કોઈ પતો નહીં લાગતા પોલીસે પેમ્પલેટ બનાવીને ખટોદરા, ડીંડોલી સહિતના વિસ્તારોમાં શોધખોળ કરી રહી હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ કડોદરા ના જોલવા ખાતે રહેતી ૨૫ વર્ષીય કેતકી ગોસ્વામી ગઈ તા.૧૯ મી સવારે પેટમાં દુખાવો થતા ૨૫ દિવસની બાળકી સાથે નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ ની પાસે આવી હતી. તેમની સાથે તેમનો જેઠ પૂનમચંદ પણ સાથે આવ્યા હતા જોકે ંઓપીડીમાં તબીબી તપાસ કરાવવા અર્થે ગઈ હતી ત્યારે પોતાની બાળકીને તેમનો જે પૂનમચંદ ને ગઈ હતી તે દરમિયાન કોઈ અજાણી મહિલા તેમની પાસેથી બાળકી નુ અપહરણ કરી ગઈ હતી.
પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકી કે મહિલાની શોધખોળ શરૂ કરી છે. ખટોદરા પોલીસ મથકના પી.આઇ એમ.બી ખીલેરીએ કહયુ કે બાળકી ના ફોટા સાથે ૨૦૦ થી પેમ્પલેટ છપાવ્યા છે. અને આ ખાસ કરીને આ પેમ્પલેટ ખટોદરા, ડીંડોલી,રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર વિસ્તારોમાં ચોંટાડવામાં આવ્યા છે. જ્યારે ખટોદરા પોલીસ આજે દિવસ દરમિયાન ડીંડોલી વિસ્તારમાં જઇને સર્ચ કરીને મહિલા અને બાળકીની શોઘખોળ આદરી હતી.આ સિવાય ડી.સી.ડી ટીમ બાળકીને સેના ખૂણે-ખૂણે અને શક્ય એટલા વિસ્તારમાં જઈ શોધખોળ શરૂ કરી છે. પણ આજે મોડી સાંજે સુધી તેની ભાળ મળી નથી. બાળકીનું અપહરણ થયા બાદ તેમના પરિવારની હાલત કફોડી બની ગઈ છે.
પુત્રીના વિરહમાં માતાની તબિયત બગડીઃ પિતા અને કાકા મજુરીકામે જઇ શકતા નથી
મૂળ ઉત્તર પ્રદેશના કરંણઞજના વતની અને હાલમાં કડોદરા ખાતે રહેતા કેતકી ગોસ્વામીના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. ૨૫ દિવસ પહેલા તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. અને બાળકીનું અપહરણ થયાના ત્રણ દિવસ બાદ પણ તેનો પત્તો નહી મળતા માતાએ ખાવાનું ઓછું કરી દીધું છે. ટેન્શનને લીધે તે તાવમાં પટકાતા સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. બાળકીના પિતા અને મોટા કાકા પણ સતત ચિંતામાં છે. પરિવારના સભ્યો અને સબંધીઓએ પણ ડીંડોલી વિસ્તારમાં ત્રણ કલાક શોધખોળ કરી હતી. અહી મંદિર પાસેની શાકમાર્કેટમાં પણ તેઓ કલાકો બેસી રહયા હતા. બાળકીના ટેન્શનમાં તેના પિતા અને કાકા મજુરીકામે પણ જઇ શકતા નથી.