For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉકાઇ ડેમમાં પાણીની આવક સતત વધતા 4 હાઈડ્રો સ્ટેશન માટે 24,000 ક્યુસેક પાણી છોડાશે

Updated: Aug 9th, 2019

Article Content Imageસુરત, તા.9 ઓગસ્ટ 2019, શુક્રવાર

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા તમામ ગેજ સ્ટેશનોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાવાના પગલે તથા હથનુર ડેમમાંથી પાણી છોડવાના પગલે ઉકાઈ ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે.

આજે સવારે 10:00 કલાકે ઉકાઇ ડેમમાં પાણીની આવક 5,38,847 ક્યુસેક નોંધાઈ હતી જેના પગલે ઉકાઈ ડેમની સપાટી સવારે બે ફૂટ વધીને 325 ફૂટથી વધુ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાંથી 24 હજાર ક્યુસેક પાણી છોડી ચાર હાઈડ્રો પાવર સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.

ડેમના ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક ઉતરોતર વધવાના પગલે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ કરતાં 12 ફૂટથી ઓછી નોંધાઈ છે જેથી આગામી દિવસોમાં વરસાદની આગાહી જોતા ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા ગત વર્ષ કરતાં ઉકાઈ ડેમની નોંધાયેલી 319 ફૂટની સપાટી કરતા ચાલુ વર્ષે ઉકાઈ ડેમની સપાટી વધુ રહે તેવી સંભાવના છે.

કાકરાપાર ડેમ તથા મોતી ડેમમાંથી 32,000 ક્યૂસેક પાણીનો જથ્થો તાપી નદીમાં થવાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક પર વહીવટી તંત્ર મોનિટરિંગ કરી સતર્કતાના પગલા ભરવાની કવાયત હાથ ધરી છે અલબત્ત હાલ પરિસ્થિતિ ભયજનક કે ચિંતાજનક ન હોવાથી લોકોને ખોટી અફવાઓ થી દુર રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


Gujarat