સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષનુ કોરોનામા નિધન
સુરત, તા.2 ઓગસ્ટ 2020, રવિવાર
સુરત વિધાનસભાના ધારાસભ્યના ભાઈનુ કોરોનામા નિધન બાદ આજે સુરત પીપલ્સ બેંકના પૂર્વ ચેરમેન અને સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષનું પણ એક સપ્તાહની સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના કારણે મોત થયું છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન નરેન્દ્રભાઈ ગાંધી છેલ્લા એક સપ્તાહથી મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં આજે સવારે તેમનું કોરોનાથી નિધન થયું છે.