Get The App

સુરત: પીપલોદમાં એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા અફડાતફડી

Updated: Nov 1st, 2021

GS TEAM


Google News
Google News
સુરત: પીપલોદમાં એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગતા અફડાતફડી 1 - image


- એસી, ગાદલા સહીત સામાન બળી ગયો, કોઈ જાનહાની નહીં

સુરત,તા.1 નવેમ્બર 2021,સોમવાર

પીપલોદ ખાતે એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં આજે સવારે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે પરિવાર અને આજુબાજુના લોકોમાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી.

ફાયર બ્રિગેડના  સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પીપલોદ ખાતે કટારીયા શોરૂમની પાછળ સાયોના એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ ફ્લેટમા આજે સવારે એ.સીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગના તણખા ઉડતા ગાદલા આગની લપેટમાં આવ્યા હતા. જેને લીધે ઘરમાં રહેતા લોકો ગભરાઈ જઈને તરત બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના લોકોમાં નાસભાગ થઈ જવા પામી હતી.

પડોશીઓએ પાણીનો મારો કરી આગને કંટ્રોલમાં લેવાની કોશિશ કરતા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા વેસુ અને મજુરા ગેટ ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા  આગ વધુ ફેલાય તે પહેલા જ અને સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આગના કારણે ગાદલા તથા એસી સહિતની ચીજ વસ્તુઓને નુકશાન થયું હતું. જોકે કોઈ જાનહાની નહીં થઇ હતી.

Tags :