Get The App

સુરત: રિંગરોડની રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા નાસભાગ

Updated: Nov 20th, 2020

GS TEAM

Google News
Google News
સુરત: રિંગરોડની રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા નાસભાગ 1 - image


સુરત, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર

રીંગ રોડ પર આવેલી રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટમાં આજે બપોરે કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રીંગ રોડ પર કમેલા દરવાજા ખાતે રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી જેના પગલે ત્યાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. આગના ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા જેથી આજુબાજુની દુકાનદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા વાયર ઓફિસરો અને ફાયર જવાનો તથા ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ચાર ગાડી ઘટના સ્થળે ધસી ગઈ હતી અને આજે બપોર સુધી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને માત્ર એક જ દુકાનમાં આગ લાગી હતી જ્યારે આજુબાજુની દુકાન ને બચાવી લીધી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :