For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત નવી સિવિલમા એનઆઈસીયુમાં જોડિયા બાળકીને છોડી પરિવાર ગાયબ, ડૉકટર સહિત સ્ટાફમાં ધમાચકડી મચી ગઈ

Updated: Nov 19th, 2021

Article Content Image

સુરત, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

પાંડેસરાની મહિલાના જોડિયા બાળકીને જન્મ આપ્યો બાદ નવી સિવિલ હોસ્પિટલમાં એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અચાનક પરિવારજનો વોર્ડ માથી ગાયક થવાની વાતો વહેતી થતા ડોકટર સહિતના સ્ટાફમાં ધમાચકડી મચી ગઈ હતી. જોકે કલાકો પછી પરિવારના સભ્યો પરત આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે રહેતી 30 વર્ષ પૂનમ ઉપાધ્યાયને ગત તારીખ ૧૫મી સવારે પ્રસૂતિની પીડા થતા પાંડેસરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી ત્યાં તેણે જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો. આ બને બાળકોઓનું વજન ઓછું હોવાથી ગત સાંજે વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના પરિવારના સભ્યો લાવ્યા હતા અને બાળકીઓને એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.

જોકે જોડીયા બાકીના પરિવારના સભ્યોને કેસપેપર કળાવા માટે કહ્યું હતું બાદમાં ઘણા સમય સુધી કેસ પેપર લઈને એન આઈ સી યુમા આવ્યા ન હતા. જોકે મોડી રાત સુધી વોર્ડમાં બાળકીને પરિવારના સભ્યો ત્યાં ન હતા જેના લીધે ત્યાં પરિવારજનો અચાનક ગાયબ થઇ ગયા હોવાની વાત વહેતી થઈ હતી. જેને પગલે ત્યાં ધમાચકડી મચી ગઈ હતી. ડોકટરો તેમજ નર્સીંગ સ્ટાફ વોર્ડની બહાર જઈ પરિવારને બૂમો પાડી શોધી રહ્યા હતા હતા. બાદ પરિવારજનો ત્યાં મળી નહીં આવતા આ અંગે ઈમરજેંસી વિભાગમાં પણ જાણ કરવામાં આવી હતી.

જોકે કલાકો પછી આજે સવારે બાળકીઓને માતા અને નાની સહિતના પરિવારના કેટલાક સભ્યો ત્યાં આવી ગયા હતા. ત્યારે એવું જાણવા મળ્યું હતું કે કોઈ ગેરસમજ થઇ ગઈ હતી.

Gujarat