સુરત શહેરમાં ભારે વરસાદના પગલે શાળાઓ બંધ
સુરત, તા. 3 ઓગસ્ટ 2019 શનિવાર
સુરત શહેરમાં આજે સવારથી જ મેઘરાજા આક્રમક બનીને વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. શાળામાં પણ રજા જાહેર કરી દેવાઇ હતી.
ભારે વરસાદને પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ આચાર્યને સુચના આપી હતી કે આચાર્યોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને શાળાઓમાં રજા રાખવી કે નહીં તેનો નિર્ણય લેવાનો રહેશે. જોકે દેમાર વરસાદથી વાલીઓએ સવારે જ બાળકોને શાળાએ મોકલવાનું હિતાવહ લાગ્યું ના હોવાથી મોકલ્યા ના હતા. તો કેટલીક જગ્યાએ પાણી ભરાતા સ્કૂલવાન પણ જઈ શકતી ન હતી.