સુરત, તા. 14 ડિસેમ્બર 2019 શનિવાર
કતારગામમાં નંદુડોશીની વાડીમાં હીરાના કારખાનામાં રત્નકલાકાર બાથરૂમ ગયા બાદ 20 મિનિટ સુધી પરત નહીં આવવાથી સાથી કામદારો શોધવા જતા તે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં મોટા વરાછા ખાતે અબ્રામા રોડ પર પંચતત્વો રેસિડેન્સીમાં રહેતા 52 વર્ષીય વ્રજલાલ ઉર્ફે વજુભાઈ કરમણભાઈ પાનસુરીયા કતારગામમાં નંદુડોશીની વાડીમાં પ્રમુખ બિલ્ડિંગમાં હીરાના કારખાનામાં કામ કરતા હતા.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ગઈકાલે રાત્રે કારખાનાના બાથરૂમમાં તે લઘુશંકા કરવા જવાનું કહીને ગયા હતા. 23મી સુધી કારખાનામાં પરત નહીં આવતાં તેના સાથી કામદારોએ શોધખોળ શરૂ કરી હતી ત્યારે તે કારખાનાના બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ અંદરથી કંઈ જવાબ નહીં આપતા દરવાજાને ધક્કો મારતા ખુલી ગયો હતો ત્યારે તે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તરત સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
નોંધનીય છે કે વ્રજલાલ મૂળ જામનગરના જામજોટપુરના વતની હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે કતારગામ પોલીસ તપાસ આદરી છે.


