સુરતમાં ભાજપના નેતૃત્વમાં વિકાસના કામો થયા છે : મેયર હેમાલી બોઘાવાલા
સુરત,તા.15 ફેબ્રૂઆરી 2023,બુધવાર
સુરત પાલિકાનું બજેટ રજુ કરતા સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ સુરત પાલિકાનો ઈતિહાસ રજુ કરી ત્યારથી અત્યાર સુધીની વિકાસ ગાથા રજુ કરી હતી. તેઓએ બજેટ રજુ કરતાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની સ્થાપનાને આ વષેઁ 170 વષઁ પુણઁ થશે. 1852માં સ્થાપના થઈ હતી. નાનપુરામાં પોસ્ટ ઓફિસની નાના ઓરડામાં શરૂઆત થઈ હતી. 1877 થી ચોરબજારના હોપપુલથી મનપાના વિકાસ કામેની શરુઆત થઈ હતી. 1871થી જન્મ મરણના દાખલાની નોંધણીની શરૂઆત થઈ હતી. આ બજેટ માત્ર બજેટની વ્યાખ્યા પૂરતો સીમિત નથી. પણ સુરતની વિકાસગાથા છે. ભાજપના નેતૃત્વમાં સુરત વિકસિત થયું છે. 1899માં વરાછામાં પ્રથમ વોટર વકઁસ શરૂ કરાયું હતુ. અને 1898માં દરેક ધરમાં નળ થકી પાણી આપવાની શરૂઆત કરાઈ હતી. મેયરે બજેટને રજુ કરતા પહેલા તેઓએ વેરામાં રાહત અંગેની દરખાસ્ત રજુ કરી હતી.