Baroda

વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ

By GS TEAM
26 Jun 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે વડોદરા રેલવે સ્ટેશનની ક્ષમતા વધારવા યાર્ડ રિમોડેલિંગ શરૂ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ કામગીરીની સમીક્ષા કરી. 30 જૂને નોન-ઇન્ટરલોકિંગ પછી સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ થશે. પ્લેટફોર્મ 4 અને 5 ની લંબાઈ વધારી 22 કોચની ટ્રેનો માટે સક્ષમ બનાવાશે. હાલ પ્લેટફોર્મ 5 અને 6 પર કામગીરી ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ

Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા અને મુસાફરોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યાર્ડ રિમોડેલિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ અધિકારીઓ અને રેલવે ઇજનેરો સાથે વડોદરા સ્ટેશન યાર્ડની મુલાકાત લીધી હતી.
રાજુ ભડકેએ જણાવ્યું હતું કે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી પૂર્વેની તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવી રહી છે અને 30 જૂનના રોજ નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે. ત્યારબાદ વડોદરા રેલવે સ્ટેશનની સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવશે.
હાલ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર-4 અને 5ની લંબાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ નંબર-4ની લંબાઈ હાલ 498 મીટર છે, જેને વધારીને 592 મીટર કરવામાં આવશે. જ્યારે પ્લેટફોર્મ નંબર-5ની લંબાઈ 498 મીટરથી વધારીને 568 મીટર કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આ બંને પ્લેટફોર્મ પરથી 22 કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
આ કામગીરી માટે ટર્નઆઉટ, સિગ્નલ અને ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલ પ્લેટફોર્મ નંબર-5 અને 6 પરથી ટ્રેન સંચાલન અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યું છે.