સુરતમાં વરાછા રેલવે ટ્રેક નજીકની 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન
- 150 થી વધુ ઝુંપડાનું ડિમોલિશન કરતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, માપણી વગર ડિમોલિશન કરાયાનો આક્ષેપ
સુરત,તા.03 મે 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનને અડીને આવેલા રેલ્વે ટ્રેક ઉપરથી 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોશન હાથ ધરાયું છે.
વરાછા વિસ્તારને અડીને આવેલા રેલ્વે ટ્રેક પર અશોકનગર ઝૂપળ પટ્ટી છેલ્લા 40 વર્ષથી છે હાલ આજ ઝુંપલપટ્ટી માં 150 થી વધારે ઝૂંપડા છે તેનું ડિમોશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોડિશન કરાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને નોટિસ કે માંપણી વિના ડિમોલિશન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.