સુરત: સાયબર ક્રાઈમના ગુણ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ..સાયબર સંજીવની કાર્યક્રમનું આયોજન
સુરત,તા 02 ઓગષ્ટ 2021,સોમવાર
દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરીને ઓનલાઈન સાયબર અવેનેસ માટે સાયબર સંજીવની નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે અંગે માહિતી આપવામાં આવશે. તેમજ હવે સાયબર ક્રાઈમના તમે ભોગ બનો તો તુરંત નજીકના પોલીસ સ્ટેશમમાં પણ ફરિયાદ કરી શકશે.
આજના આધુનિક યુગમાં લોકો ઇન્ટરનેસ્ટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે સાયબર ક્રાઈમના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા અંગે લોકો પોતાની જાતેજ જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની નામના અભિયાનમાં જોડાવાની અપીલ કરાઈ છે જોકે કમિશનરના કહેવા પ્રમાણે આ અવેરનેસ કાર્યક્રમમાં સુરત ડાયમન્ડ એસો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, ટેકસટાઇલ એસોસિયેશન અને મોટી સંખ્યા વિધાર્થીઓ સહિત 32 લાખથી વધુ લોકો જોડાશે .જેમને સાયબર ક્રાઈમના ગુના કેમ અટકાવી શકાય તે અંગે માહિતી આવામાં આવશે અને આ લોકો અન્ય 10 લોકોને માહિતી આપે તે હેતુથી આયોજન થયું છે જેથી લોકોમાં વધુમાં વધુ સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને લોકો ભોગ ન બને.જોકે અવેરનેસ ક્રાઇમમાં કવિઝ સ્પર્ધા અને ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે..
લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતિ આવે અને સુરત શહેરને સાયબર સેફ સુરત બનાવવાના હેતુથી આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું છે..જેમાં ભાગ લેવા માટે www. cybersnjivani.org પર જઈને રજીસ્ટર કરવાનું કરવાનું રહેશે.મહત્વની વાત એ છે લોકો એ ક્યારેય પણ લોભામણી લાલચમાં આવવું નહીં પહેલા ખરાઈ કર્યા બાદ લેવડ દેવડ કરવી જોઈએ તેમજ પોતાની અંગત માહિતી પણ ક્યાંય શેર ન કરવી જેથી તમે પણ સાયબર ક્રાઈમ ભોગ બનતા બચી શકો છો.