સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને રજા આપતા ઘરે પહોંચ્યા બાદ મોતને ભેટતા હોબાળો થયો
સુરત, તા. 18 જુલાઈ 2020, શનિવાર
મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત પુણા રોડની વૃદ્ધાને ગઈકાલે સાંજે રજા આપતા ઘરે ગયા હતા બાદમાં ત્યાં થોડા સમયમાં તેમનું મોત થયું હતું જોકે સ્મીમેર હોસ્પિટલ તંત્રની બેદરકારીના આક્ષેપો સાથે તેમના પરિવાર શહેરના વ્યક્તિઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સ્મીમેર હોસ્પિટલ કે મળેલી વિગત મુજબ પુણા રોડ પર રહેતા 70 વર્ષીય વૃદ્ધા કઈ તારીખ ૧૩મી તકલીફ થતા સારવાર માટે તેમના પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમના માં કોરોના ના ચિન્હો દેખાતા સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જોકે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી ઓક્સિજન પર મૂકવામાં આવ્યા હતા.
દરમિયાન ગઇકાલે સાંજે તેમને રજા આપતા બસમાં ઘર પહોંચ્યા હતા જ્યાં થોડા સમય બાદ તેમનુ મોત નીપજ્યું હતું જેના લીધે તેમના પરિવાર સહિતના વ્યક્તિઓમાં ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે તમારા દર્દીની તબીયત સારી હોવાથી રજા આપવામાં આવી છે જો તેમની તબિયત સારી ના હોય તો રજા શું કામ આપી જોકે ત્યાંના ડોક્ટરોએ ગંભીરતા દાખવવા વગર તેમને રજા આપી દીધી હોવાના આક્ષેપો કર્યા હતા.
સ્મીમેર હોસ્પિટલના અધિકારીએ કહ્યું હતું કે કોરોના પોઝિટિવ વૃદ્ધાને ઓક્સિજનની પણ જરૂર ન હતી જોકે તેની તબિયત સારી હોવાથી ગઈ કાલે સાંજે રજા આપવામાં આવી હતી જેથી તેને બસમાં ઘરે મૂકવા ગયા હતા તેની સોસાયટીમાં શકી ન હોવાથી ઘર પાસે ઉતાર્યા હતા અને ટીમ દર્દીને તેમના પરિવારને સોંપ્યો હતો.
જો કે તેમના મોત અંગે જાણ થતાં તરત ફાયરની ગાડી તેમના મૃતદેહ લેવા માટે મોકલી હતી ત્યાં તેમનો મૃતદેહ પેક પરિમલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો બાદમાં તેમના મૃતદેહને અંતિમ ક્રિયા માટે મોકલવામાં આવ્યો હતો જોકે કોઈ કારણસર તેમની તબિયત બગડી હશે કે કોરોનાના લીધે કોમ્પ્લિકેશન થવાથી મોત થવાની શક્યતા સેવાઇ રહી છે.