Get The App

કોલેજીયન યુવતિ સાથે મિત્રતા કરી યુવાને તેના નગ્ન ફોટા વાયરલ કર્યા

- ૭ મહિના અગાઉ યુવાને વિડીયો કોલ કર્યો તે વેળા કામીનીના નગ્ન ફોટાના સ્ક્રીનસોટ

Updated: Feb 19th, 2019

GS TEAM

Google News
Google News
કોલેજીયન યુવતિ સાથે મિત્રતા કરી યુવાને તેના નગ્ન ફોટા વાયરલ કર્યા 1 - image

- પારડીની યુવતિ સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળળી હાર્દિક નામના યુવાને લગ્ન કરવા પણ દબાણ કર્યું:મામલો પોલીસમાં

વાપી,  તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર

૫ારડી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતિ સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થયા બાદ યુવાને તેના નગ્ન ફોટા ઈસ્ટાગ્રામ પર વાયરલ કરી તું મારી સાથે લગ્ન નહીં કરે તો ઈન્ટરનેટ પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવાન લાંબા સમયથી જુદા-જુદા નંબરથી યુવતિને હેરાન-પરેશાન કરતો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. 

પારડી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૯ વર્ષીય કામીની (નામ બદલ્યુ છે.)ના ફેસબુક આઈડી પર હાર્દિક નામના યુવાને રીકવેસ્ટ મોકલ્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બંને સોશિયલ મીડિયા અને મોબાઈલથી વાતચીત કરતા હતા. આશરે ૭ મહિના અગાઉ યુવાને વિડીયો કોલ કર્યો તે વેળા કામીનીના નગ્ન ફોટાના સ્ક્રીનસોટ લઈ ઈસ્ટગ્રામ પર વસલ ૨૦૮૮૮ના આઈડી પર અપલોડ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.કામીનીએ હાર્દિક સાથે વાતચીત કરવાનું બંધ કરતા અવાર નવાર ફોન કરી હેરાન કરતો હતો. અને કામીનીને તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા ફોટા ઈન્ટરનેટ પર વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હતો.

આ અંગે કામીનીએ પિતાને જાણ કરતા તેમના મિત્રની મદદથી ઈસ્ટાગ્રામ ખોલી તપાસ કરતા પુત્રી કામીનીના નગ્ન ફોટા વાયરલ કરાયા હોવાનું જાણવા મળતા ચોકી ગયા હતા. હાર્દિક દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા અંગે કામીનીના પિતાએ પારડી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે આરોપી સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કયારેક ખતરનાક સાબિત થતો હોય છે. યુવાપેઢી ફેસબુક અને ઈસ્ટાગ્રામ પર મિત્રો બનાવી ફોટા અપલોડ કરે છે. પરંતુ કયારેક મિત્રતામાં ભોગવવાનો વારો આવે છે ત્યારે વાલીઓએ પણ આ બાબતે તકેદારી રાખવી જરૂરી છે.