Get The App

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 477 દર્દીઓ ગંભીર

Updated: Aug 2nd, 2020

GS TEAM

Google News
Google News
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 477 દર્દીઓ ગંભીર 1 - image

સુરત, તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર

સુરતમાં કોરોના વકરી રહ્યો હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 497 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 401 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 344 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 16 વેન્ટિલેટર, 42 બાઈપેપ અને 286 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 171 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 133 દર્દીઓની હાલત ગંભીર છે જેમાં 13 વેન્ટિલેટર, 29- બાઈપેપ અને 91 દર્દીઓ ઓક્સિજન પર છે જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.


Tags :