Get The App

પહેલા નોરતે સુરતની રહેણાંક સોસાયટીઓમાં જામ્યો નવરાત્રીનો મોહાલ

Updated: Sep 27th, 2022

GS TEAM


Google News
Google News
પહેલા નોરતે સુરતની રહેણાંક સોસાયટીઓમાં જામ્યો નવરાત્રીનો મોહાલ 1 - image


- કોરોનાના કોઈ પણ જાતના નિયંત્રણ વિનાની નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા 

- સુરતના કોટ વિસ્તાર અને દરેક જગ્યાએ રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રીનું ભવ્ય આયોજન 

સુરત,તા.27 સપ્ટેમ્બર 2022,મંગળવાર

કોરોનાના બે વર્ષ નવરાત્રી સહિતના તહેવારનું આયોજન થયું ન હતું તેથી આ વર્ષે સુરતીઓ તેને વસુલ કરવાનું હોય તેવી રીતે નવરાત્રીની ઉજવણી માટે મંડી પડ્યા છે. નવરાત્રીના પહેલા દિવસે સવારે વરસાદના ઝાંપટા પડ્યા હતા ત્યાર બાદ વરસાદ ન પડતાં ખેલૈયાઓને રાહત થઈ હતી. આ વર્ષે ધંધાદારી મોટા આયોજન ઓછા પરંતુ રહેણાંક સોસાયટીઓ અને કોટ વિસ્તારની શેરીઓમાં નવરાત્રીના આયોજનમાં ભવ્યતા જોવા મળી રહી છે. સોસાયટી અને શેરીઓમાં ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. 

કોરોના સંક્રમણના કારણે સરકાર દ્વારા તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુક્યો હતો. ઉત્સવ પ્રિય સુરતીઓ માટે આ પ્રતિબંધ અકળાવી નાખનારો હતો પરંતુ સંક્રમણ વધે નહીં તે માટે સુરતીઓએ બે વર્ષ સુધી ઉત્સવની ઉજવણી કરી ન હતી. આ વર્ષે કોરોનાનું સંક્રમણ નહિવત હોવા શાથે સરકાર દ્વારા કોઈ પ્રકારના પ્રતિબંધ મુક્યા ન હોવાથી સુરતીઓ મન મુકીને નવરાત્રીની ઉજવણી માટે મંડી પડ્યા છે. 

પહેલા નોરતે સુરતની રહેણાંક સોસાયટીઓમાં જામ્યો નવરાત્રીનો મોહાલ 2 - image

આ વર્ષે સુરતમાં ધંધાદારી મોટા આયોજન ઓછા છે એટલું જ નહીં પરંતુ લોકોમાં તેનો ક્રેઝ પણ ઓછો જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘર આંગણે જ ડીજેના તાલે નવરાત્રી ઉજવવાની પ્રાથમિકતા આપી રહ્યા છે. જેના કારણે સુરતના મોટા ભાગના રહેણાંક વિસ્તારમાં  ડીજે સેટ ગોઠવી  નવરાત્રીની ઉજવણી શરુ થઈ ગઈ છે. જ્યારે સ્લમ વિસ્તારમાં પણ લોકો સ્પીકર સેટ ગોઠવીને નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. 

નવરાત્રીના પહેલા દિવસે  રહેણાંક સોસાયટીઓમાં લોકો મન મુકીને ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. પહેલો દિવસ હોવા છતાં ખેલૈાયઓનો ઉત્સાહ પુરો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રહેણાંક સોસાયટીઓમાં સોસાયટીના સભ્યો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ જોવા મળી હતી..

Tags :