સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની રેલી રદ, મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં રદ કરવાની જાહેરાત
સુરત, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર
ગુજરાત પ્રદેશ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખના સન્માન માટે યોજાયેલી રેલીને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલની નવસારીની રેલી પણ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નિમણૂક બાદ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખએ સુરતને નુકસાન થાય તેવું લાગતા રેલી રદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
સીઆર પાટીલે કહ્યું હતું કે, સુરત શહેર માટે નાનું એવું જોખમ પણ હું લેવા માંગતો ન હતો. લોકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ અને કૉવિડના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકો ભેગા થાય અને સંક્રમણ વધે તેવી ભીતિ હોવાને કારણે આવેલી રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત આવતીકાલે પણ નવસારીની રેલી રદ કરવામાં આવી હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું. જોકે સુરતમાં વહેલી માટે 300થી વધુ કાર કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.કાર્યકરો પણ હજારોની સંખ્યામાં ભેગા થયા બાદ અચાનક રેલી રદ કરવાના નિર્ણયથી કાર્યકરો પણ હતાશ થઈ ગયા હતા.