Get The App

ધરમપુરનાં બામટીમાં એશિયાની સૌથી મોટી કેરી માર્કેટ બનશે

- ભૂમી પૂજન થતાં ખેડૂતો-વેપારીઓમાં ખુશીની લહેર

- દરબાર ગઢ ખાતે ચાલતા કેરી માર્કેટમાં પડતી વ્યાપક મુશ્કેલીઓનો અંત આવશે

Updated: Nov 23rd, 2018

GS TEAM


Google News
Google News
ધરમપુરનાં બામટીમાં એશિયાની સૌથી મોટી કેરી માર્કેટ બનશે 1 - image

ધરમપુર, તા. 23 નવેમ્બર 2018, શુક્રવાર

ધરમપુરનું કેરી માર્કેટ દેશ-વિદેશમાં ખ્યાતી પામ્યું છે. ધરમપુર અને આજુબાજુનાં વિસ્તારનાં ખેડૂતો અને કેરીનાં વેપારીઓને સુવિધામુક્ત માર્કેટ મળી રહે એવા ઉદ્દેશ્યથી શુક્રવારે ધરમપુરનાં બામટી ગામે નવા એપીએસી માર્કેટનું ભૂમિપૂજન થતાં જ ખેડૂતો અને કેરીનાં વેપારી આલમમમાં આનંદો છવાયો છે. પ્રેઝન્ટેશનને જોતા આ કેરી માર્કેટ એશિયાનું સૌથી વિશાળ અને સુવિધાયુક્ત કેરી માર્કેટ બની રહેશે એમ લાગી રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી દરબારગઢ ખાતે ચાલતા કેરી માર્કેટનાં  પગલે ખેડૂતોે અને વેપારીઓને ભારેખમ અગવડતા ભોગવવી પડતી હતી, કેટલાક સમયે નગરમાં પણ ટ્રાફિક જામ અને ચોમાસામાં કેરી માર્કેટમાં પ્રવેશ મેળવી નિયત વિનિમય સુધી પહોંચતા ખેડૂતોેને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.

પ્રાથમિક સુવિધાનાં અભાવે નગરનાં અને ગ્રામ્ય વિસ્તારનાં ખેડતો અને વેપારીઓ કેરી માર્કેટને અન્ય સ્થળે સ્થળાંતર કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે શુક્રવારે નવા એપીએમસી માર્કેટનું ભૂમિપૂજન થતાં જ આગામી વર્ષથી નવું એમપીએમસી માર્કેટ ધરમપુરને મળશે. અહીં તમામ પ્રકારની 'સુવિધા'ઓ સાથે તમામ પુરક જરૂરીયાતો પણ સંતોષાશે. બેંન્કોનાં એટીએમ, ગેસ્ટહાઉસ, બેંકની નવી શાખાઓ, વજનકાંટો, કોલ્ડસ્ટોરેજ, પેકેજ હાઉસ, વિશાળ પાર્કિંગ સાથે ૮૦ ફૂટ પહોળી એન્ટ્રી સહીત અંદરનાં આરસીસીવિશાળ રોડને લીધે નવી એમપીએમસી માર્કેટ ખેડૂત અને વેપારીઓ માટે સુખાકારી લાવશે. ભૂમિપૂજન થયા બાદ અમદાવાદનાં આર્કિટેકે નવા કેરી માર્કેટનું વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેને જોતા જ ખેડૂતો અને વેપારીઓ ખુશખુશાલ જણાયા હતા. જો આ પ્રકારનાં કેરી માર્કેટની ગણના એશિયાનાં માર્કેટમાં નામના પામશે એમ જણાય છે.

Tags :