અરવિંદ જોશીની ગુજરાતી ફિલ્મ 'જનમટીપ'નું શુટિંગ દિહેણ અને વેડગામમાં થયુ હતુ
સુરતના રંગમંચના કેટલાય કલાકારો સાથે અરવિંદ જોશીની મિત્રતા રહી
સુરતનાં નાટકમાં કામ કરવાની ઇચ્છા અધુરી રહી
સુરત, તા- 29 જાન્યુઆરી 2021 શુક્રવાર
જાણીતા બોલિવુડ અને ગુજરાતી ફિલ્મના અભિનેતા તેમજ ગુજરાતી રંગમંચના અફલાતુન એક્ટર અરવિંદ જોશીએ દુનિયાના રંગમંચ પરથી આખરી એક્ઝિટ કરી લેતા ચાહકો અને રંગમંચ પર એના દર્દનો દરીયો જાણે ફરી વળ્યો છે. સુરત અને સુરતીઓ સાથે અરવિંદ જોશીનો સુંદર સંબંધ રહ્યો છે. તેમની એક ગુજરાતી ફિલ્મનું શુટિંગ સુરતમાં થયુ છે તો સુરતના કેટલાય કલાકારો સાથે તેમનો ઘર જેવો સંબંધ હતો. સુરતમાં તેમના નાટકના ૧૫૦ જેટલા શૉ પણ થયા છે.
સુરતના નાટકકાર લેખક વિલોપન દેસાઇએ કહ્યું કે, અરવિંદ જોશીની ગુજરાતી ફિલ્મ જનમટીપનું ૮૦ ટકા જેટલુ શુટિંગ મારા ગામ દિહેણમાં થયુ હતું. ફિરોઝ સરકાર દિગ્દર્શીત આ ફિલ્મમાં મારો પણ મહત્વનો રોલ હતો. મે અરવિંદ જોશીના પિતાનું પાત્ર ભજવ્યુ હતુ. ઇશ્વર પેટલીકરની નોવેલ જનમટીપ પરથી બનેલી ફિલ્મમાં મોટા ભાગના કલાકારો સુરતના જ હતા. રંગકર્મી નરેશ કાપડીયાએ પણ નાનકડી ભૂમિકા ભજવી હતી. લગભગ એક મહિનો શુટિંગ ચાલ્યુ હતુ. બાદમાં થોડુ શુટિંગ વેડગામ અને નડિયાદના કોઇ ગામડામાં થયુ હતુ. ગુજરાતી ક્લાસિકલ ફિલ્મોમાં આ ફિલ્મને યાદ કરવામાં આવે છે. અરવિંદભાઇ મુંબઇમાં મારા નાટક જોવા આવતા ત્યારે કહેતા 'સારો ખેલ લખ્યો છે'
સુરતનાં
નાટકકાર કપિલદેવ શુક્લએ કહ્યું કે,
વર્ષ ૧૯૭૪-૭૫માં મુંબઇ ખાતે તેમનું 'કાચનો ચંદ્ર'
નાટક જોયુ હતુ. ત્યારબાદ ગ્રીનરૃમ બહાર તેમને મળવાનો પ્રથમવાર મોકો મળ્યો
હતો. ત્યારબાદ અમારી દોસ્તી થઇ ગઇ હતી. જેટલા ઉચ્ચ ગજાના કલાકાર હતા એટલા જ નમ્ર અને
ડાઉન ટુ અર્થ હતા. રસ્તામાં મળે તો રસ્તામાં પણ ભેટી પડે. વર્ષ ૨૦૦૪માં ગાંધીસ્મૃતિ
ભવનમાં રંગપર્વની ઉજવણીમાં તેઓ આવ્યા હતા.
ત્યારે તેમના જીવન વિશે ત્રણ કલાકની સ્પેશિયલ બેઠક રખાઇ હતી અને સન્માન પણ કરાયું
હતું.તેમને આખરી આત્મકથા નાટક કરવાની ઇચ્છા પણ હતી. પરંતુ તબીયત બગડતા તે શક્ય ન બની
શક્યુ. વર્ષ ૨૦૦૬-૦૭માં જીવનભારતીના ૬૦ વર્ષની ઉજવણીમાં તેમના નાટક માણસ નામે કારાગારનું
વાચિકમ થયુ હતુ જેમાં મુખ્ય ભૂમિકા તેમણે જ ભજવી હતી.આ તેમની સુરતની સંભવિત છેલ્લી
મુલાકાત હતી. નરેશ કાપડીયા સાથે પણ તેમની સારી મિત્રતા હતા. આ સિવાય મહેશ વકિલ પણ તેના
મિત્રવર્તુળમાંના એક હતા. મહેશભાઇએ કહ્ય ુકે એ સુરત આવે ત્યારે ચોક્કસ મને મળતા અને
હુ મુંબઇ જાઉ ત્યારે તેમને મળવાનુ ભૂલતો નહી. ફોન પર પણ વાતચિત થતી રહેતી. સુરતના જીતુભાઇ
પટેલ સાથે અરવિંગ જોશી સહિત ત્રણેય ભાઇઓને ઘરે જેવો સંબંધ હતો. ખેલંદો, બાણશય્યા, સળગ્યા સૂરજમુખી, માણસ
નામે કારાગાર, ધુમ્મસ, રાહુકેતુ વગેરે તેમની
ઓળખ સમાન નાટકો છે. હવે હમેંશા માટે ઘૂઘવતો રહેશે 'એની સુગંધનો
દરીયો....'
અમારી જનરેશનનનાં પ્રેરણના પીલર હતા : હિતેન કુમાર
દિકરી વ્હાલનો દરીયો સહિત ત્રણ જેટલી ફિલ્મોમાં અરવિંદ જોશી
સાથે કામ કરનાર ગુજરાતી સુપરસ્ટાર હિતેન
કુમારે જણાવ્યુ કે હું થિયેટર કરતો ત્યારથી તેમના સંપર્કમાં હતો. અમેઝિંગ
પર્સનાલિટી ધરાવતા અરવિંદભાઇ અભિનયની પાઠશાળા હતા. અમારી જનરેશનની પ્રેરણાના તેઓ
પીલ્લર હતા. તેમના નાટક જોયા બાદ અઠવાડીયા સુધી તેમના અભિયનનો નશો ઉતરે નહી.
રંગભૂમિને ચોક્કસ ન પુરાઇ એવી ખોટ પડી છે.