app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

સુરત મહાનગરપાલિકાની સમિતિમાં એડિશનલ સીટી ઇજનેરની નિમણૂક

Updated: Aug 22nd, 2023


                                                       Image Source: Facebook

કાર્યપાલક ઇજનેર માટે ચાર સપ્ટેમ્બર ઇન્ટરવ્યૂ થશે

સુરત, તા. 22 ઓગસ્ટ 2023 મંગળવાર

સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સમિતિમાં એડિશનલ સિટી ઇજનેરની પસંદગી કરવામાં આવી હતી જ્યારે બે અધિકારીને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. 

આ ઉપરાંત કાર્યપાલક માટેની દરખાસ્ત પર ઇન્ટરવ્યૂ કરવા ચાર સપ્ટેમ્બર ની તારીખ જાહેર કરવામાં આવી છે.

લાંબા સમય બાદ સુરત મહાનગરપાલિકાના મેયરની અધ્યક્ષતામાં ખડી સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં એડિશનલ સીટી તરીકે આશિષ નાયકની પસંદગી કરવામાં આવી છે. 

આ પદના વેઇટિંગ લિસ્ટમાં ગજેન્દ્ર ચૌહાણ અને ભૈરવ દેસાઈ ને જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે રિક્રુટમેન્ટ વિભાગ દ્વારા કાર્યપાલક માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ખડી સમિતિએ આ દરખાસ્ત પણ વિચાર વિમસ કરીને માટે ચાર સપ્ટેમ્બરે ઇન્ટરવ્યૂ કરવાનું નિર્ણય કર્યો છે.


Gujarat