For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત નજીકના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લુખ્ખા તત્વોએ કારીગરોને ડરાવીને બંધ કરાવી દીધું

Updated: Nov 17th, 2021


સુરત, તા. 17 નવેમ્બર 2021 બુધવાર

સુરત નજીક આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાવરલૂમ્સના એકમો આજે સવારે કેટલાક તત્વોએ કારીગરોને ડરાવી-ધમકાવીને બંધ કરાવી દીધાં હતાં. અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક હજારથી વધુ વણાટના એકમો છે.

આજે સવારે આઠ વાગે પાળી બદલવાના સમયે કારીગરો આવ્યાં ત્યારે એસ્ટેટના મુખ્ય દરવાજે ઊભાં રહેલાં કેટલાક તત્વોએ કારીગરોને પ્રવેશવા દીધાં નહોતાં. વહેલી સવારે એસ્ટેટના દરવાજે લુખ્ખા તત્વો ટોળામાં ઉભા રહી ગયાં હતાં, એમ અંજનીના સૂત્રોએ કહ્યું હતું.


દિવાળી પછી વણાટ સહિતના સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ રાબેતા મુજબ ધમધમતો થઈ ગયો છે. કારીગરો પણ પુષ્કળ સંખ્યામાં કામ કરી રહ્યાં છે. વણાટના એકમો રાતદિવસ ધમધમી રહ્યાં છે અને કારીગરો પણ મહેનત કરી રહ્યાં છે.

અસામાજિક તત્વોએ એસ્ટેટ શા માટે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બંધ કરાવી દીધું તેનું કારણ તત્કાળ જાણી શકાયું નથી. આમ છતાં પોતાનું પ્રભુત્વ કારીગરો પર જળવાઈ રહે તે માટે તત્વોએ આવું કર્યું હોવાનું માનવામાં આવે છે.

Gujarat