Get The App

તાપી: ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા

Updated: Sep 1st, 2020

GS TEAM


Google News
Google News
તાપી: ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા 1 - image


તાપી, તા. 01 સપ્ટેમ્બર 2020 મંગળવાર

ઉકાઈડેમના ઉપરવાસમાં વરસાદનું જોર નરમ પડતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા ડેમનાં તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા.

ડેમની સપાટી 336.25 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક 81,348 ક્યુસેક છે. ડેમમાંથી પાણીની જાવક 17,879 ક્યુસેક છે.

હાલ ડેમમાં ત્રણ હાઇડ્રો યુનિટ અને કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવતા તાપી નદી કિનારાના લોકો અને સુરત શહેરના લોકો માટે રાહતના સમાચાર ગણી શકાય.

Tags :