સચિનમાં સાત વર્ષીય બાળકી સાથે યુવાને છેડતી કરી
- પોલીસે યુવાનની ધરપકડ કરી
સુરત, તા. 23 જૂન 2019, રવિવાર
સચિન વિસ્તારમાં બે દિવસ પહેલા સાત વર્ષીય બાળકી સાથે પડોશી યુવાને શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે 20 વર્ષીય યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય ગણેશ ભુરે લાલ શાહુ 21મીએ બપોરે પડોશીના ઘરમાં સબ્જી લેવા ગયો હતો ત્યારે ઘરમાં કોઈ નહીં હોવાથી નરાધમ ગણેશે રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બાળકી સાથે ગણેશે શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું.
બાદમાં આ અંગે બાળકીના પરિવારજનોને ખબર પડતા ભારે હોબાળો મચાવ્યો હતો બાદમાં આ અંગે બાળકીના પરિવારને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ગણેશ શાહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેથી પોલીસે ગણેશ સાહુને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.