Get The App

સુરતના રસ્તા પરથી ભાગ્યે જ જોવા મળતી ઈજાગ્રસ્ત શાહુડી મળી આવી

Updated: Aug 11th, 2023

GS TEAM


Google News
Google News
સુરતના રસ્તા પરથી ભાગ્યે જ જોવા મળતી ઈજાગ્રસ્ત શાહુડી મળી આવી 1 - image


- જંગલો અને ઘાસના મેદાનોમાં વસવાટ કરતી શાહુડી એક નિશાચર પ્રાણી છે

- જહાંગીરપુરા-વરિયાવ રોડ પર ગાડીની અડફેટમાં શાહુડી આ આવી હતી : નેચર ક્લબમાં સારવાર આપવામાં આવી રહી છે સારી થયા બાદ સલામત જગ્યાએ છોડવામાં આવશે

સુરત,તા.11 ઓગષ્ટ 2023,શુક્રવાર

સિમેન્ટ કોંક્રીટના જંગલ એવા સુરત શહેરમાંથી કુદરતી જંગલો અને ઘાસના મેદાનોમાં વસવાટ કરતી શાહુડી ગઈકાલે જહાંગીરપુરા થી વરિયાવ રોડ પર ગાડીની અડફેટમાં આવી ગઈ હતી. સેવાભાવી સંસ્થાને જાણ થતાં જીવદયા પ્રેમી સંસ્થાએ શાહુડીનું રેસક્યુ કર્યું છે અને સારવાર હેઠળ રાખી છે. સારી થયા બાદ સલામત જગ્યાએ છોડવામાં આવશે.

સુરતમાં પર્યાવરણ જાળવણી અને પ્રાણીઓને બચાવવાની કામગીરી કરતી સંસ્થા નેચર કલબને ગઈકાલે પ્રકૃતિ પ્રોજેક્ટર્સ સંસ્થાના સ્વયંસેવકો  દ્વારા એક કોલ મળ્યો હતો કે સુરતના જહાંગીરપુરા થી વરીયાવ વચ્ચેના રસ્તા પર કોઈ વાહનની અડફેટમાં એક શાહુડી આવી ગઈ હતી તે ઈજાગ્રસ્ત છે. આ અંગેની જાણ થતા નેચર કલબના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાંથી પાછલા પગમાં ઈજા પામેલી શાહુડીને લઈને  નેચર કલબ સુરતના રેસ્ક્યુ સેન્ટર વેસુ ખાતે બન્ને સંસ્થાના સ્વયંસેવક લઈ ગયા હતા. જ્યાં હુડીને ચિકિત્સક(ડોક્ટર) દ્વારા તપાસ કરતા સાહુડીના પછાડના બને પગમાં ઇજા હોવાનુ જણાવ્યુ. શાહુડીને સંપૂર્ણ પણે સારૂ નઇ થઈ જાય ત્યાં સુધી એને નેચર કલબ સુરત દ્વારા સારવાર કરવામાં આવશે.

સુરતમાંથી મળેલી શાહુડી એક નિશાચર પ્રાણી છે. શાહુડી મુખ્યત્વે જંગલો અને ધાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ કુદરતી ગુફાઓમાં અથવા ખોદકામ કરાયેલા ખાડાઓમાં રહે છે કારણ કે તેઓ સારી રીતે ચઢી શકતા નથી કે કૂદી શકતા નથી, તેઓ તેમના જીવનનો મોટાભાગનો સમય જમીન પર અથવા તેની નીચે વિતાવે છે. શાહુડી એક મોટો ઉંદર છે, શાહુડીના શરીર પર મોટા કાંટા હોય છે, જ્યારે તેને ખતરો અનુભવે છે ત્યારે તે તેના કાંટા ઉચા કરીને તેની વોર્નિંગ સાયન આપે છે અથવા હુમલો કરે છે. એક વર્ષ પહેલાં પ્રાઈમ આર્કેડ અડાજણ વિસ્તારમાંથી મળી આવી હતી.

Tags :