Get The App

સુરત: છાપરાભાઠા રોડ પર રિક્ષામાં રહસ્યમય આગ ભભૂકી

- ડ્રાઇવર રીક્ષા પાર્ક કરીને ગયો અને દસ જ મિનિટમાં આગ ભડકી ઉઠી હતી, અન્ય પાંચ વાહનો બચાવ્યા

Updated: Nov 15th, 2021


Google NewsGoogle News
સુરત: છાપરાભાઠા રોડ પર રિક્ષામાં રહસ્યમય આગ ભભૂકી 1 - image


સુરત, તા. 15 નવેમ્બર 2021 સોમવાર

અમરોલી ખાતે છાપરાભાઠા રોડ પર રવિવારે રાત્રે પાર્ક કરેલી એક રિક્ષામાં રહસ્યમય સંજોગોમાં આગ ભડકી ઉઠતા સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના છાપરાભાઠા રોડ ઉપર આવેલ સીતારામ મંદિર નજીક ખુલ્લા પ્લોટમાં રીક્ષા ચાલક રઈસ અંસારી (રહે-ફૂલવાડી)એ પોતાની રીક્ષા પાર્ક કરીને નજીકમાં આવેલી ગલીમા જમવા માટે ગયો હતો. તે રીક્ષા પાર્ક કરીને ગયો અને 10 જ મિનિટમાં રહસ્યમય સંજોગોમાં જ રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી.

જેને લીધે ઘટના સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાંતફડી મચી ગઈ હતી. આ અંગે જાણ થતા રીક્ષા ચાલક પણ બહાર દોડી આવ્યો હતો. આ અંગે જાણ થતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને થોડા જ સમયમાં આગ ઓલવી ઘટના ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે રીક્ષા આગમાં સંપ્રુણ બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા નહિ મળ્યું પરંતુ રિક્ષાની નજીકમા અન્ય રીક્ષા અને એક મોપેડ તથા બે બાઈક પાર્ક કરેલી હતી. તે પાચે વાહનો બચાવી લેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News