સુરત: તાપી નદી પર 13 લાખ ક્યુસેક ની ડિઝાઇન પ્રમાણે બેરેજ બનશે
- 2041માં સુરતને 2675 MLD પાણીની જરૂરિયાતને ધ્યાને લેવાશે
સુરત, તા. 16 ડિસેમ્બર 2020, બુધવાર
સુરતમાં તાપી નદી ઉપર બેરેજ બનાવવા માટે ની ડિઝાઇન સુરતના ભાવિ આયોજનને ધ્યાનમાં રાખી બદલવામાં આવી છે. પહેલા દસ લાખ ક્યુસેક પાણીને ધ્યાનમાં રાખી ડિઝાઇન તૈયાર થઈ હતી પણ હવે 13 લાખ ક્યુસેક પાણીને ધ્યાનમાં રાખી ડીઝાઈન બની રહી છે.
સુરતના ભાઠા મગદલ્લા વચ્ચે બરેજ બનાવવાની કામગીરી ચાલુ છે પરંતુ ટેન્ડરની કામગીરી અટકી પડી હતી. આ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિપાનીએ જણાવ્યું હતું કે, 2041માં સુરતને 675 MLD પાણીની જરૂરીયાત પડશે. જેના કારણેપાલિકા બેરેજ માટે નવેસરથી ડિઝાઇન બનાવશે
તાપી નદીમાં પુર આવે તો શહેર ડૂબે નહિ તે માટે પૂરતું આયોજન થઈ રહ્યુ છે. નવો બેરેજ સિંગણપોર વિયર કરતા સાવ જુદો હશે. પહેલા તાપી નદીમાં દસ લાખ ક્યુસેક પાણી આવે ડિઝાઇન બનાવવામાં આવી હતી. પરંતુ હવે 13 લખ ક્યુસેક પાણીની કેપેસિટી માટે ડિઝાઇન બની રહી છે.