Get The App

સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 698 દર્દીઓ ગંભીર

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
સુરત સિવિલમાં અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા 698 દર્દીઓ ગંભીર 1 - image


સુરત, તા. 19 જુલાઈ. 2020 રવિવાર

સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 375 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

આવા સંજોગોના લીધે ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 655 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 550 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19 - વેન્ટિલેટર, 57- બાઈપેપ અને 474 દર્દીઓ ઓક્સિજન પર છે.

જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 174 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 148- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10- વેન્ટિલેટર, 23- બાઈપેપ અને 116 દર્દીઓ ઓક્સિજન પર છે. જેથી બંને હોસ્પિટલ ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.

Tags :