Get The App

સુરત: લોકડાઉનમાં કાપોદ્રા શ્રીજી નગરમાં મકાનના ધાબા ઉપર જુગાર રમતા 11 પરપ્રાંતીય શ્રમજીવીઓ ઝડપાયા

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News
સુરત: લોકડાઉનમાં કાપોદ્રા શ્રીજી નગરમાં મકાનના ધાબા ઉપર જુગાર રમતા 11 પરપ્રાંતીય શ્રમજીવીઓ ઝડપાયા 1 - image

સુરત, તા.26 એપ્રિલ 2020, રવિવાર

લોકડાઉન હોવા છતાં સુરતના કાપોદ્રા શ્રીજી નગરમાં મકાનના ધાબા ઉપર જુગાર રમતા 11 પરપ્રાંતીય શ્રમજીવીઓને કાપોદ્રા પોલીસે ગત બપોરે ઝડપી પાડી રોકડા રૂ.17,710 કબ્જે કરી તેમના વિરુદ્ધ લોકડાઉન ભંગ અંગેનો પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત: લોકડાઉનમાં કાપોદ્રા શ્રીજી નગરમાં મકાનના ધાબા ઉપર જુગાર રમતા 11 પરપ્રાંતીય શ્રમજીવીઓ ઝડપાયા 2 - imageપોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસ ગત બપોરે લોકડાઉનના અમલ માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શ્રીજીનગર સોસાયટી શેરી નં.8 મકાન નં.353 ના ધાબા પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા ધાબા ઉપર જુગાર રમતા દિલીપભાઇ ઉત્તમભાઇ થોટે ( ઉ.વ.42 )( રહે. 112,.શ્રીજીનગર ,શેરી નં.4, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), નાગરાજ ભોજૂભાઇ કંખર ( ઉ.વ.39 ) (રહે.233, બીજા માળે, દશરથનગર સોસયટી , શેરી નં.3, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર), સુરેશકુમાર સખીલાલ શેને ( ઉ.વ.46 ) ( રહે.104, દશરથનગર સોસાયટી, શેરી નં.2 , મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મધ્યપ્રદેશ), રવીંદ્રભાઇ સુરેશભાઇ જાદવ ( ઉ.વ.38 ) ( રહે.148, દશરથનગર સોસાયટી, શેરી નં.2, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), રાજેંદ્રભાઇ દગાભાઇ પાટીલ ( ઉ.વ.38 ) ( રહે.352, શ્રીજીનગર, શેરી નં.8, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), રવીંદ્ર તુકારામ નાટેરાવ ( ઉ.વ.40 ) ( રહે.202, બીજા માળે, દશરથનગર સોસાયટી, શેરી નં4, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), પાંડુભાઇ દેવચંદભાઇ આહીરે ( ઉ.વ.50 ) ( રહે.353, શ્રીજી નગર, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે.મહારાષ્ટ), ગોવીંદ રજેસીંગ ગીરાસે ( ઉ.વ.41) ( રહે.288, બીજા માળે, દશરથનગર સોસાયટી, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), ભરતભાઇ દિગંભર પાટીલ ( ઉ.વ.42 ) ( રહે.253, પહેલા માળે, દશરથનગર સોસાયટી, શેરી નં.5, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), સંદીપભાઇ વસંતભાઇ આહીરે ( ઉ.વ.29 )( રહે.213, દશરથનગર સોસાયટી, શેરી નં.4, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ), રાજુભાઇ શંભુભાઇ પાટીલ ( ઉ.વ.54 ) ( રહે.55, દશરથનગરસોસાયટી, શેરી નં.2, મુરઘાકેંદ્ર, કાપોદ્રા, સુરત. મુળ રહે. મહારાષ્ટ્ર ) મળી આવ્યા હતા.

વાળંદ, રત્નકલાકાર, પાનનો ગલ્લો ચલાવતા અને મજૂરીકામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.17,710 કબ્જે કરી તેમના વિરુદ્ધ લોકડાઉન ભંગ અંગેનો પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


Tags :