ડાંગના આદિવાસીઓ પ્રિય ખોરાક 'આળીમ' મેળવવા જંગલો ખુંદે છે
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે ત્યારે જ આ કુદરતી પ્રોટીનથી ભરપુર 'આળીમ' ઉગે છે
વાંસદા, તા-30 જુલાઇ 2020 ગુરૃવાર
ડાંગ જિલ્લા સહિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગાજવીજ અને કડાકા-ભડાકા દરમિયાન આદિવાસીઓને કુદરતની દુર્લભ અનમોલ આળીમ મેળવવાની ચિંતા સતાવી રહી છે. આળીમ પ્રોટીનથી ભરપૂર હોવાથી આદિવાસી પ્રજાજનોનો અતિ પ્રિય ખોરાક ગણાય છે.
આદિવાસીઓમાં ચોમાસાની શરૃઆતમાં જ સૌને ઘેલુ લગાડતી કુદરતી અને દુર્લભ ઓર્ગેનિક ઔષધી આદિવાસીઓનો ખોરાક જેવા કેવડી ની ભાજી ચાય ની ભાજી સેવડા જેવા અનેક ઓર્ગેનિક ભાજી ડાંગના આદિવાસીઓ આરોગતા હોય છે હાલ આળીમ અને ઓર્ગેનિક મશરૃમ ગણાય છે ડાંગ જિલ્લાના આદિવાસીઓ હાલના સમયમાં આ દેશી મશરૃમને શોધવા નીકળી પડતા હોય છે કે કયા સ્થળ ઉપર કુદરતી રીતે કુદરતની અનમોલ ભેટ આળીમ શોધવી એ પણ એક લ્હાવો હોવાથી આદિવાસી પરિવારજનો ભુખા તરસ્યા રહીને પણ આ તમામ વસ્તુઓ શોધતા હોય છે. હાલ કૃષિ ક્ષેત્ર આવેલા પરિવર્તન માં મશરૃમની ખેતી ખેડૂતો માટે લાભદાયી ગણાઈ રહી છે જેના કારણે હાલ આદિવાસી ખેડૂતો પણ મશરૃમની ખેતી તરફ જોતરાયા છે જેમાં આધુનિક યુગમાં મશરૃમના અનેક વાનગીઓની બોલબાલા વધી રહી છે પરંતુ ડાંગમાં કુદરતી રીતે ઉગતી અતિ દુર્લભ આળીમનો સ્વાદ નસીબદારને જ મળતો હોય છે કે જેને ઉગાડવા કે ખાતર તાપમાનની જરૃર હોતી નથી કુદરતી અને દુર્લભ ગણાતી. આડીમ કોઈ પાક નથી કે ગમે ત્યારે લઇ શકાય કુદરતની દેન ગણાતી અળીમ કુદરત જ્યાં ઇચ્છે ત્યાં જ આદિવાસીઓને ભેટ આપતી હોય છે. આળીમ બિલાડીના ટોપ જેવા દેખાવવાળી હોય છે.