Get The App

ડાંગની આહવા સિવિલમાં સગર્ભાઓને સોનોગ્રાફી કરાવવા ધક્કા ખાવા પડે છે

Updated: Dec 7th, 2021

GS TEAM

Google News
Google News
ડાંગની આહવા સિવિલમાં સગર્ભાઓને સોનોગ્રાફી કરાવવા ધક્કા ખાવા પડે છે 1 - image


-કાયમી રેડીયોલોજીસ્ટ નહી હોવાથી બહારથી બોલાવાય છે પણ તે અઠવાડિયામાં બે જ દિવસ આવતા હોવાથી સગર્ભાઓને પરેશાની

વાંસદા,મંગળવાર

ડાંગ જિલ્લાના વડા મથક આહવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટને સપ્તાહમાં માત્ર બે વાર જ  બોલાવામાં આવતા હોવાથી સવારથી આવ્યા બાદ સાંજે પણ નંબર ન લાગતા સગર્ભામાં મહિલાઓને  સોનોગ્રાફી કરાવવા ધક્કા ખાવા પડે છે.

આહવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાયમી રેડીયોલોજીસ્ટ નથી. જેથી સપ્તાહમાં બે વાર બહારથી રેડીયોલોજીસ્ટને બોલાવામાં આવે છે. જિલ્લાના ઉંડાણના ગામોમાંથી મહિલાઓ સોનોગ્રાફી કરાવવા પહોંચે છે ત્યારે તેેમને રેડીયોલોજીસ્ટ ન હોવાના કારણે બીજા દિવસે બોલાવવામાં આવે છે. જિલ્લામાં એક જ સ્થળે સોનોગ્રાફી થતી હોવાથી રેડીયોલોજીસ્ટ આવે ત્યારે મોટી સંખ્યામાં સર્ગભા મહિલાઓ સવારે ૮ વાગેથી આવી જાય છે અને આ મહિલાઓમાંથી ઘણી મહિલાઓનો નંબર સાંજે પણ નહી લાગતા બીજી વાર ધક્કો ખાવો પડે છે.

જ્યારે અન્ય બીમારીવાળાને સોનોગ્રાફી ન કરી આપતા હોય વાંસદા કે ચીખલી જઇ પ્રાઇવેટમાં મોંઘીદાટ સોનોગ્રાફી કરાવી પડે છે. ઘણી વાર સ્ટાફ દ્વારા ક્યારેક ડોક્ટર નથી તો મશીન બગડી ગયુંના બહાના કરી દર્દીઓને ના પાડી દેવામાં આવે છે. 

Tags :