ડાંગના આહવામાં પ્રેમીએ જ પ્રેમિકા પર સામૂહિક દુષ્કર્મનો પ્લાન ઘડયો


-ત્રણ મિત્રોએ દુષ્કર્મ કર્યું, પાંચ બાકી હતા

-રાત્રે વાહનની લાઇટ પડવાથી  બે સગીર અને ૬ પુખ્તવયના યુવાનો ભાગી ગયા

-પોલીસે તમામ હવસખોરોને ઝડપી લીધા

વાંસદા

ડાંગ જિલ્લાના આહવાના  એક ગામમાં સગીર પ્રેમીએ તેના આઠ મિત્રો સાથે તેની સગીર પ્રેમિકા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવી તેની પ્રેમિકાને બોલાવી હતી અને પ્રથમ પ્રેમી બાદ બીજા બે મિત્રોએ દુષ્કર્મ કર્યા બાદ કોઈ વાહન આવી જતા બધા ભાગી ગયા હતા.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ આહવા તાલુકાના એક ગામમા સગીર કિશોરને સગીર કિશોરી સાથે પ્રેમસંબંધ હતો. તેણે તેના બે સગીર અને ૬ પુખ્તવયના મિત્રો સાથે સગીર પ્રેમિકા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ પ્રેમિકા તે રાત્રે પ્રેમીએ બોલાવી પ્રથમ પ્રેમીએ પ્રેમિકા પર દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તેના બીજા બે મિત્રોએ દુષ્કર્મ કર્યું હતુ.

દરમિયાન અન્ય મિત્રો દુષ્કર્મ કરે તે પહેલા કોઈક વાહન આવતા અને લાઈટનો પ્રકાશ દેખાતા તમામ હવસખોરો ગભરાઈ ગયા હતા અને તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. આ બનાવ અંગે આહવા પોલીસમાં યુવતીનાં સંબંધીએ ગુનો નોંધાવતા પોલીસે સગીર પ્રેમી અને તેના સગીર અને પુખ્તવયનાં ૬ યુવાનોની ધરપકડ કરી હતી. અને શુક્રવારે સાંજે માયનોર (સગીર) ત્રણ યુવાનોને કોર્ટમાં રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

City News

Sports

RECENT NEWS