ડાંગમાં અન્ન-વસ્ત્ર-વિદ્યા દાન કરવા સાથે બે સંસ્થાએ 4441 શ્રીફળ દ્વારા કીડીયારું પુર્યું


-સુરત-નવસારીની રાજસ્થાની મારવાડી સમાજના લોકોની જીવદયા સંસ્થા સાથે જોડાયેલા 300 પરિવારને 42 ગામમાં 2000 લોકોને મદદ કરી

વાંસદા

નવસારી અને સુરતની જીવદયા સંસ્થાઓ દ્વારા ડાંગના વાસુરણા તેજસ્વીની આશ્રમમાં અન્નદાન, વ દાન, અને વિદ્યા દાન સાથે કીડીયારૃં પુરવાનું કામ કર્યું હતુ. દાનના ત્રિવેણી સંગમમાં ૪૨ ગામના ૨૦૦૦ ગરીબ જરૃરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

દક્ષિણ ગુજરાતમાં રહેતા મૂળ રાજસ્થાની નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની કર્મ ભૂમિનું ણ ચૂકવવા આદિવાસી વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરે છે. સુરત અને નવસારીની આવી બે સેવાકીય સંસ્થા જય ગોપાળ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રાધેકૃષ્ણ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા જરૃરીયાતમંદ ગરીબ આદિવાસીઓને દર વર્ષે અનાજ, કપડાં અને શૈક્ષણિક કીટ આપી માનવતાનું કામ કરવામાં આવે છે. આ બંને સંસ્થા દ્વારા ૨૦૨૨ની શરૃઆતમાં આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે પૂ. હેતલ દીદી અને જશોદા દીદીના સાંનિધ્યમાં આહવા તાલુકાના ૪૨ ગામોમાં રહેતા જરૃરિયાતમંદ ૨૦૦૦ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે આ ગામોમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓને મદદરૃપ થવા માટે નોટબુક, રાઇટિંગ બોર્ડ, પેન પેન્સિલ જેવી વસ્તુઓ પણ આપવામાં આવી હતી. આ સંસ્થામાં જોડાયેલ ૩૦૦ રાજસ્થાની પરિવાર ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી રોજીરોટી મેળવે છે, જેઓ પોતાની કમાણીનો કેટલોક હિસ્સો ધર્મદા માટે રાખતા હોય છે. જેમનો મુખ્ય ઉદ્દેશ જીવદયા છે. રવિવારે વાસુરણા ખાતે અન્ન દાન, વ દાન અને વિદ્યા દાનના સેવાકીય કાર્ય સાથે જંગલ વિસ્તારમાં ૪૪૪૧ શ્રીફળ દ્વારા કીડીયારૃં પુરવાનું પુણ્યનું કામ પણ કરવામાં આવ્યું હતું. એક શ્રીફળમાં કીડીને ૩ થી ૪ માસ સુધી ચાલે એટલો ખોરાક ભરવામાં આવે છે. આ કાર્યમાં જોડાયેલા લોકોમાં ચાની લારી ચલાવતા નાના વેપારીથી માંડીને મોટા કારખાના ચલાવતા ઉદ્યોગપતિઓ બધા પોતાની શક્તિ મુજબ દાન આપે છે. દરેક પરિવારમાંથી એક સભ્ય આવા શુભ કાર્યમાં જરૃર સાથે આવે છે, અને પોતાના હાથે દાન આપે એવી આયોજકોની લાગણી હોય છે, આમ કરવા પાછળ એમનું માનવું છે કે, આવું કરવાથી નાના બાળકોમાં પણ દાનધર્મની ભાવના જાગે અને આ કાર્ય હરહંમેશ ચાલતું રહે. રાજસ્થાનથી ગુજરાત આવી વસતા રાજસ્થાન મારવાડી સમાજના લોકો પોતે નાનકડા મકાનમાં દુકાન બનાવીને રહેતા હોય છે, કોઈ પણ જાતના મોજ શોખ વગર જીવતા આ સમાજના લોકોની ગરીબોને મદદ કરવાની ભાવના ખરેખર ધ મારવાડી કંજૂસ ધ એ કહેવત કે માન્યતાને ખોટી સાબિત કરે છે.

 

City News

Sports

RECENT NEWS