ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે સ્પેનમાં 10 કિ.મી. દોડમાં વિક્રમ બનાવ્યો


-વઘઈનાં કુમારબંધ ગામના મુરલીએ 28.42 મીનીટમાં દોડ પૂર્ણ કરી નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો

વાંસદા

ડાંગ જિલ્લામાં ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા મુરલી ગાવિતે સ્પેન ખાતે ચાલતી આંતરરાષ્ટ્રીય દોડમાં ૧૦ કિ.મી. દોડ ૨૮.૪૨ મીનીટમાં પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો છે.

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં કુમારબંધ ખાતે રહેતા મુરલી ગાવિતે દોડમાં અનેક મેડલો મેળવ્યા હોવાથી તેનું નામ ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત તરીકે જાણીતું છે. તેણે ત્રણ વર્ષ અગાઉ પંજાબ ખાતે ૨૩મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૧૯માં પ્રથમ દિવસે ૫૦૦ મીટરની દોડ ૧૩.૫૪ મીનીટમાં અને બીજા દિવસે ૧૦૦૦૦ મીટરની દોડ ૨૯.૨૧ મીનીટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. ત્યારબાદ કોરોનાનું ગ્રહણ લાગતા બે વર્ષનાં વિરામ બાદ હાલ સ્પેન ખાતે દોડમાં ભાગ લેવા માટે ગયો હતો. તેણે ૧૦ કિ.મી.ની દોડ ૨૮.૪૨ મીનીટમાં પૂર્ણ કરી રાષ્ટ્રીય રેકોર્ડ કર્યો હતો.

 

City News

Sports

RECENT NEWS