વઘઇના પાંઢરમાળ ગામે થર્ટી ફર્સ્ટના દિવસે 70 દંપતી હિન્દુ ધર્મમાં પાછા ફર્યા


-અગ્નિવીર સંસ્થાંના ઉપક્રમે શુધ્ધિકરણ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘરવાપસી કરાવાઇ

વાંસદા

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વઘઇ તાલુકાના પાંઢરમાળ ગામે વર્ષના અંતિમ દિવસે અગ્નિવિર સંસ્થા દ્વારા  ૭૦ આદિવાસી દંપતીને ખ્રિસ્તી ધર્મમાંથી શાોક વિધિથી શુદ્ધિ કરણ કરી હિન્દૂ સનાતન ધર્મમાં ઘરવાપસી કરાવી હતી.

રાજ્યના છેવાડામાં આવેલા ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના પાંઢરમાળ ગામે હિન્દૂ અગ્નિવીર સંસ્થાના મહેન્દ્રસિંહ રાજપુરોહિત,પરેશભાઈ ગાયકવાડ, અંબેલાલ પટેલ, રામભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને  ૭૦ જેટલા આદિવાસી ધર્માંતરણ થયેલા દંપતિઓને હિન્દૂ શાત્રોક્ત વિધિ કરી શુદ્ધિકરણ કરી ઘર વાપસીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઝાવડા, કાલીબેલ, બરડીપાડા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની સંખ્યા છે. જે ૨૫ ડિસેમ્બર નાતાલથી ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવતા હોવાાથી અગ્નિવીર સંસ્થા દ્વારા બપોરે શુદ્ધિકરણ વૈદિક દીક્ષા કાર્યક્રમ, સાંજે રામનામ ધૂન અને ભજન કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ ઘરવાપસી કાર્યક્રમમાં કેટલાક દંપતીઓ ૧૦ વર્ષ તેમજ કેટલાક ૨૦ વર્ષથી વધુ સમયથી ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાનું જણાવ્યું હતું. આજે હિન્દૂ શાોક્ત વિધિથી હિન્દૂ ધર્મમાં જોડાતા પોતાના સનાતન ધર્મ હિન્દુમાં જ જોડાઈ રહેવા સંકલ્પબદ્ધ થયા હતા.

.

 

City News

Sports

RECENT NEWS