પારાદીપ પોર્ટ: ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ, 2025 હેઠળ દેશનું 4થું મેગા પોર્ટ બન્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ, 2025 ની કલમ 73 હેઠળ ઓડિશાના પારાદીપ પોર્ટને 'મેગા પોર્ટ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પારાદીપ પોર્ટ આ વૈધાનિક દરજ્જો મેળવનાર ભારતના પૂર્વ કિનારા (Eastern Coast) નો પ્રથમ અને એકમાત્ર પોર્ટ બન્યો છે.
ભારતના અન્ય મેગા પોર્ટ્સ
પારાદીપ પોર્ટ સિવાય ભારતની પશ્ચિમ કિનારે આવેલા અન્ય 3 બંદરો ને પણ મેગા પોર્ટનો દરજ્જો મળ્યો છે:
- દીનદયાળ પોર્ટ : કંડલા, ગુજરાત.
- મુંદ્રા પોર્ટ: કચ્છ, ગુજરાત.
- જવાહરલાલ નેહરુ પોર્ટ : ન્હાવા શેવા, મુંબઈ (મહારાષ્ટ્ર).
પારાદીપ પોર્ટ વિશે
ભારતના પૂર્વ કિનારે ઓડિશામાં બંગાળની ખાડીના કિનારે, મહાનદીના મુખ નજીક આવેલું ભારતનું મુખ્ય બંદર છે. નાણાકીય વર્ષ 2025-26 માં પારાદીપ પોર્ટે 156.45 મિલિયન ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 4.02% નો વધારો દર્શાવે છે.
પારાદીપ પોર્ટ મુખ્યત્વે કોલસો, લોખંડની કાચી ધાતુ, ખાતરો અને ક્રૂડ ઓઇલ જેવા બલ્ક કાર્ગોનું પરિવહન કરે છે અને પૂર્વ તથા મધ્ય ભારત માટે લોજિસ્ટિક્સ હબ તરીકે કામ કરે છે.
મુખ્ય ફાયદા
મોટા જહાજો આવી શકે → ઊંડા ડ્રાફ્ટ અને આધુનિક બંદર સુવિધાઓ વિકસે.
કાર્ગો હેન્ડલિંગ વધે → વધુ આયાત-નિકાસ અને કન્ટેનરનું સંચાલન શક્ય બને.
આંતરરાષ્ટ્રીય વેપાર વધે → વૈશ્વિક શિપિંગ રૂટ સાથે જોડાણ મજબૂત થાય.
ટ્રાન્સશિપમેન્ટ હબ બને → અન્ય નાના બંદરોનો માલ અહીંથી મોટા જહાજોમાં મોકલી શકાય.
કનેક્ટિવિટી સુધરે → રોડ, રેલ, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય.
ઉદ્યોગોને પ્રોત્સાહન → બંદર નજીક પેટ્રોકેમિકલ, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ જેવા ઉદ્યોગો વિકસે.
રોજગારી વધે → બંદર તથા સંલગ્ન ક્ષેત્રોમાં સીધી અને પરોક્ષ રોજગારી સર્જાય.
લોજિસ્ટિક્સ ખર્ચ ઘટી શકે → મોટા જહાજો અને કાર્યક્ષમ સુવિધાઓથી પ્રતિ યુનિટ પરિવહન ખર્ચ ઘટાડી શકાય.
દેશની વૈશ્વિક વેપાર ક્ષમતા વધે → આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં દેશની ભૂમિકા મજબૂત બને.
પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1:તાજેતરમાં કયા પોર્ટને ‘મેગા પોર્ટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
A) મુંદ્રા પોર્ટ
B) પારાદીપ પોર્ટ
C) જવાહરલાલ નેહરુ પોર્ટ
D) દીનદયાળ પોર્ટ




