દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના માેત
દાહોદ તા.18 જૂન 2019 મંગળવાર
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે .દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યાનું જ્યારે ત્રણ વ્યક્તિઓને શરીરે ઇજા પહોંચ્યાનું જાણવા મળે છે.
પ્રથમ બનાવ સંજેલી તાલુકાના મુવાડા ટીસા ગામે બનવા પામ્યો હતો .જેમાં એક બાઇકના ચાલકે પોતાના કબજાની બાઇક પુરઝડપે હંકારી લાવી રસ્તે ચાલતા જતાં સંજેલી તાલુકાના મુવાડાના ટીસા ગામે નિશાળ ફળિયામાં રહેતા તેરસીંગભાઈ વજાભાઈ બીલવાળને અડફેટ ે લઈ ટક્કર મારી નાસી જતા તેરસીંગભાઈને શરીર ઈજા થતાં સારવાર અર્થે દવાખાનામાં ખસેડયા હતા.સારવાર દરમ્યાન તેરસીંગભાઈનું મોત નીપજ્યુ હતુ. આ સંબંધે સંજેલીના મુવાડાના ટીસા ગામે નિશાળ ફળિયામાં રહેતા હીરાભાઈ વજાભાઈ બીલવાળે સંજેલી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં બનવા પામ્યો હતો .જેમાં એક બાઇકના ચાલકે પોતાના કબજાની બાઇક પુરઝડપે હંકારી લાવી સામેથી આવતા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ગામે મસ્જીદ ફળિયામાં રહેતા ઈરફાનભાઈ હુસેનભાઈ શેખ તથા તોસીફભાઈ હુસેનભાઈ કાળુની બાઇકને ટક્કર મારતા બંન્ને બાઇક પરથી ફંગોળાયા હતા .
જે પૈકી ઈરફાનભાઈ હુસેનભાઈ શેખને શરીરે ગંભીર ઈજા થતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યા સારવાર દરમ્યાન ઈરફાનભાઈ હુસેનભાઈ શેખનંુ મોત નીપજ્યુ હતુ તોસીફભાઈ હુસેનભાઈ કાળુને પણ શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોટરસાઈકલનો ચાલક નાસી ગયો હતો. આ સંબંધે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ગામે મસ્જીદ ફળિયામાં રહેતા હુસેનભાઈ આદમભાઈ શેખે દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવ દાહોદ તાલુકાના સારસી ગામે બનવા પામ્યો હતો .જેમાં એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે હંકારી લાવી એક બાઇક પર સવાર દાહોદ તાલુકાના લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતા ધીરજભાઈ કનુભાઈ પંચાલની બાઇક ને અડફેટે લઈ નાસી જતા બાઇકની પાછળ બેઠેલા પારૃલબેનને શરીરે જીવલેણ ઈજા થતા તેમને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન પારૃલબેનનુ મોત નીપજ્યુ હતુ જ્યારે નિશાબેન અને ધીરજભાઈને શરીર ઈજા થઇ હતી. ઈજાગ્રસ્ત ધીરજભાઈ કનુભાઈ પંચાલે દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.