દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં સોના-ચાંદીની દુકાનમાં ચોરી
-ચાંદીની ભગવાનની મૂતઓ, તેમજ ગલ્લાની ૨૦૦૦ રોકડ રકમ પર હાથફેરો કરી ચોર ફરાર
દાહોદ તા.9 ડિસેમ્બર 2019 સાેમવાર
દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં સોના ચાંદીની દુકાનને બે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દુકાનની શટરને તોડી દુકાનમાંથી રોકડ સહિત સોના ચાંદીની મૂર્તિઓની ચોરીની ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ શહેરના ચકલીયા રોડ લક્ષ્મી મીલ રોડ ખાતેના રહેવાસીની દાહોદ શહેરના સ્ટેશનરોડ ખાતે આવેલ ગુરુકૃપા જવેલર્સની દુકાનમાં રવિવાર રાત્રે 2 થી 30 ના સમયગાળા દરમિયાન ચોરીના ઈરાદા સાથે ત્રાટકેલા તસ્કરોએ દુકાનના બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર સેલોટેપ વડે કાગળ ચોંટાડી તેમજ અન્ય બે કેમેરા ફેરવી દુકાની શટર તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
દુકાનમાં મુકેલ ચાંદીની 35 જેટલી અંગૂઠીઓ, ચાંદીની ભગવાનની મૂતઓ, તેમજ દુકાનના ગલ્લામાં પડેલ 2000 રૂપિયાની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.
ચાંદીના દાગીના, ચાંદીની ભગવાનની મૂતઓ રોકડ રકમ મળી આશરે 35 થી 40 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઇ ગયા હતા. જોકે ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઇ જવા પામી છે ત્યારે ઉપરોક્ત ઘટના સંબંધી જાણકારી દાહોદ શહેર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કાર્યનું જાણવા મળેલ છે.