Get The App

પરિણીતાનો સાસરીની બે મહિલાઓથી વાજ આવી આપઘાત

Updated: Nov 10th, 2019

GS TEAM

Google News
Google News
પરિણીતાનો સાસરીની બે મહિલાઓથી વાજ આવી આપઘાત 1 - image

 દાહોદ તા.10 નવેમ્બર 2019 રવીવાર

 દાહોદ શહેરમાં રહેતી એક પરણિતાને તેના સાસરીયાની  બે મહિલાઆ ે દ્વારા પરણિતા સાથે અવાર નવાર ઝઘડો તકરાર કરી મેણા ટોણા મારી પરેશાન કરતાં હતા  . અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે રહેતી વૈશાલીબેન મનોજભાઈ  પારગીના લગ્ન દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રહેતા મનોજભાઈ પારગી સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ  વૈશાલીના સાસરીયા પક્ષના મણીબેન ચુકાભાઈ પારગી તથા શીતલબેન  સુનીલભાઈ નિનામા  એમ બંન્ને  વૈશાલીબેન સાથે અવાર નવાર ઝઘડો તકરાર કરી ત્રાસ આપી મેણા ટોણા મારી માનસીક ત્રાસ  આપતાં હતા. વૈશાલી બેન અને તેમના પતિ મનોજના લગ્ન જીવનમાં  દખલ અંદાજી કરી અવાર નવાર અપમાનીત કરતાં હતા. 

આવા ત્રાસથી વાજ આવેલ પરણિતા વૈશાલીબેને યોગેશ્વર સોસાયટી ગોદી રોડ, દાહોદ ખાતે પોતાની સાસરીરમાં  આત્મહત્યા કરી લીધી હતી.

આ સંબંધે ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે રહેતા સંજયભાઈ વિછીયાભાઈ ચારેલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :